
ઈંગ્લેન્ડ લાયન્સ અને ઈન્ડિયા-A વચ્ચે ચાર દિવસીય અનઓફિશિયલ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં કરુણ નાયરે શાનદાર બેવડી સદી ફટકારી છે. નાયરે પોતાની ઈનિંગમાં 272 બોલમાં 26 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો. તમને જણાવી દઈએ કે આ મેચમાં સરફરાઝ ખાન (92 રન) અને ધ્રુવ જુરેલ (94 રન) એ પણ શાનદાર ઈનિંગ રમી હતી. પરંતુ બંને ખેલાડીઓ સદી ચૂકી ગયા.
આ ત્રણ ખેલાડીઓની શાનદાર ઈનિંગના આધારે ઈન્ડિયા-A મજબૂત સ્થિતિમાં છે. તમને જણાવી દઈએ કે કરુણ નાયરને ઈંગ્લેન્ડ સામેની આગામી ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમમાં સ્થાન મળી ગયું છે. તે પહેલા, આ બેવડી સદીએ હવે પ્લેઈંગ ઈલેવનમાં કરુણ નાયરનું સ્થાન લગભગ કન્ફર્મ કરી દીધું છે. તમને જણાવી દઈએ કે આ સિરીઝ માટે સરફરાઝ ખાનને બહાર રાખવામાં આવ્યો હતો. હવે સરફરાઝે શાનદાર ઈનિંગ રમીને સિલેક્ટર્સને જવાબ આપ્યો છે. બીજી તરફ, કરુણ નાયરે હેડિંગ્લી ખાતે રમાનારી ઈંગ્લેન્ડ સામેની પહેલી ટેસ્ટ માટે પોતાનો મજબૂત દાવો રજૂ કર્યો છે. વિરાટ કોહલીએ ટેસ્ટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે, ત્યારે આ શાનદાર બેવડી સદી બાદ કરુણને તેની જગ્યાએ ટીમમાં સ્થાન મળી શકે છે.
યશસ્વી-ઈશ્વરને નિરાશ કર્યા
આ મેચમાં, ઈન્ડિયા-Aને છઠ્ઠી ઓવરમાં જ પહેલો ઝટકો લાગ્યો, જ્યારે કેપ્ટન અભિમન્યુ ઈશ્વરન ફક્ત 8 રનના વ્યક્તિગત સ્કોર પર એડવર જેકનો શિકાર બન્યો. ત્યારબાદ બીજો ઓપનર યશસ્વી જયસ્વાલ (24 રન) પણ સેટ થયા પછી જોશ હલના બોલ પર વિકેટકીપર જેમ્સ રેવના હાથે કેચ આઉટ થયો. 51 રન પર બીજી વિકેટ પડ્યા બાદ, સરફરાઝ ખાન અને કરુણ નાયરે જબરદસ્ત પાર્ટનરશિપ કરીને ટીમની કમાન સંભાળી.
સરફરાઝ અને કરુણ નાયર વચ્ચે ત્રીજી વિકેટ માટે 181 રનની પાર્ટનરશિપ થઈ. સરફરાઝે 119 બોલમાં 92 રન બનાવ્યા, જેમાં 13 ચોગ્ગાનો સમાવેશ થાય છે. સરફરાઝ જોશ હલની ઓવરમાં વિકેટકીપર જેમ્સ રેવના હાથે કેચ આઉટ થયો. સરફરાઝ આઉટ થયાના થોડા સમય પછી, કરુણ નાયરે તેની સદી પૂર્ણ કરી. કરુણની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીની આ 24મી સદી હતી. સરફરાઝના આઉટ થયા પછી કરુણ નાયરે ધ્રુવ જુરેલ સાથે ચોથી વિકેટ માટે 195 રનની મોટી પાર્ટનરશિપ કરીને ટીમને 400 પાર પહોંચાડી.
ધ્રુવ જુરેલ 120 બોલમાં 94 રન બનાવીને આઉટ થયો. આ બાદ કરુણ નાયરનો સાથ દેવા શાર્દુલ ઠાકુર ક્રીઝ પર આવ્યો. આ દરમિયાન કરુણ નાયરે એડવર્ડ જેકની ઓવરના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને પોતાની બેવડી સદી પૂરી કરી.
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
ઈન્ડિયા-A: અભિમન્યુ ઇશ્વરન (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કરુણ નાયર, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, શાર્દુલ ઠાકુર, હર્ષ દુબે, અંશુલ કંબોજ, હર્ષિત રાણા, મુકેશ કુમાર.
ઈંગ્લેન્ડ લાયન્સ: ટોમ હેન્સ, બેન મેકિની, એમિલિયો ગે, મેક્સ હોલ્ડન, જેમ્સ રેવ (કેપ્ટન/વિકેટકીપર), ડેન મૂસલી, રેહાન અહેમદ, ઝમાન અખ્તર, એડવર્ડ જેક, જોશ હલ, અજિત ડેલ.
ઈન્ડિયા-Aના ઈંગ્લેન્ડ પ્રવાસનું શેડ્યૂલ
- પહેલી મેચ: 30 મે-2 જૂન, કેન્ટરબરી
- બીજી મેચ: 6 જૂન-9 જૂન, નોર્થમ્પ્ટન
- ઈન્ટ્રા સ્ક્વોડ મેચ: 13 જૂન-16 જૂન, બેકનહામ
ઈન્ડિયા-A ટીમ: અભિમન્યુ ઈશ્વરન (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કરુણ નાયર, ધ્રુવ જુરેલ (વાઈસ-કેપ્ટન/વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, શાર્દુલ ઠાકુર, ઈશાન કિશન (વિકેટકીપર), માનવ સુથાર, તનુષ કોટિયન, મુકેશ કુમાર, આકાશ દીપ, હર્ષિત રાણા, અંશુલ કંબોજ, ખલીલ અહેમદ, ઋતુરાજ ગાયકવાડ, સરફરાઝ ખાન, તુષાર દેશપાંડે, હર્ષ દુબે, શુભમન ગિલ અને સાઈ સુદર્શન (બીજી મેચ પહેલા ટીમમાં જોડાશે).