Home / Gujarat / Kheda : Angry teacher cuts student's hair in Mahudha's school, confesses after parents protest

Kheda news: મહુધાની શાળામાં ગુસ્સામાં શિક્ષિકાએ વિદ્યાર્થિનીના વાળ કાપ્યા, વાલીઓના વિરોધ બાદ કબૂલાત કરી

Kheda news: મહુધાની શાળામાં ગુસ્સામાં શિક્ષિકાએ વિદ્યાર્થિનીના વાળ કાપ્યા, વાલીઓના વિરોધ બાદ કબૂલાત કરી

Kheda Teacher Cruel Punishment: ગુજરાતના ખેડામાંથી શિક્ષણ જગતને માટે શરમજનક કિસ્સો સામે આવ્યો છે. જેમાં 8માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની બે ચોટલી વાળીને નહતી આવી એટલે શિક્ષિકાએ તેના વાળ જ કાપી નાખ્યા. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

શું હતી ઘટના? 
ખેડાના મહુધા શહેરમાં આવેલી કન્યાશાળામાં 8માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના શિક્ષિકાએ વાળ કાપી નાંખ્યા હતા. હકીકતમાં શાળામાં બે ચોટલી વાળીને આવવાનો નિયમ હતો. જોકે, આ વિદ્યાર્થિનીએ શાળાના નિયમનું પાલન નહતું કર્યું. વિદ્યાર્થિનીના આ વર્તનથી શિક્ષિકા રોષે ભરાયા અને ક્લાસની અન્ય વિદ્યાર્થિનીઓની સામે જ કાતર વડે તેના વાળ કાપી નાંખ્યા હતા. શાળાના આ વર્તનથી ભારે વિરોધ થઈ રહ્યો છે.

વિદ્યાર્થિનીની આપવીતી
પીડિત વિદ્યાર્થિનીએ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, 'મેં બે ચોટલી નહતી વાળી એટલે સંગીતા ટીચરે મારી ચોટી કાપી નાંખી. આ સિવાય મને ધમકી આપી કે, નવી સ્કૂલમાં આવતી નહીં નહીંતર તારા ગળા પર છરી મુકી દઇશ. તેમણે મને જમવાનું પણ ન આપવા દીધું.' જોકે, આ વિશે આચાર્યએ પોતાના હાથ ખંખેરતા કહ્યું કે, હું શાળામાં હાજર નહતો તેથી મને આ વિશે કોઈ ખ્યાલ નથી. 

વાલીઓનો આરોપ
સમગ્ર ઘટનાની જાણ થતાં વાલીઓ રોષે ભરાયા છે અને શાળાની બહાર એકઠા થઈને શિક્ષિકાના આ કૃત્યનો વિરોધ કરી રહ્યા છે. આ સિવાય તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહીની પણ માંગ કરી રહ્યા છે. વાલીઓએ આરોપ લગાવ્યો છે કે, શાળાના નિયમોના નામે શિક્ષિકા દ્વારા સતત વિદ્યાર્થીઓ પર દમન ગુજારી તેમનું અપમાન કરવામાં આવે છે. આ ઘટના પ્રાર્થનાના સમયે જાહેરમાં બની હતી. તો બીજા શિક્ષકો ત્યારે શું કરતા હતા? તેમણે આ શિક્ષિકાને કેમ ન અટકાવી? 

શિક્ષિકાએ કર્યો સ્વીકાર
વાલીઓના વિરોધ બાદ શિક્ષિકાએ નફ્ફટાઈથી કબૂલ્યું કે, 'હા મે ચોટી કાપી છે. હવે પછી તમારી છોકરીને નહીં કહીએ કે આવી રીતે આવજે.'

શિક્ષણ વિભાગ કરશે કાર્યવાહી
સમગ્ર વિવાદ બાદ શિક્ષણ વિભાગે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે. શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થિનીને ન્યાય આપવા માટે આ અંગે તપાસ શરૂ કરી ગુનેગાર શિક્ષિકા સામે કડક પગલાં લેવાનું આશ્વાસન આપ્યું છે. 

Related News

Icon