
Kheda News: ગુજરાતમાંથી એક તરફ પોલીસ ગેરકાયદેસર હથિયાર વિરુદ્ધ સખત કાર્યવાહી કરી રહી છે તો બીજી તરફ આ પ્રકારના હથિયારો સાથે સતત આરોપીઓ ઝડપાઈ રહ્યા છે. એવામાં ખેડામાંથી ઘાતક હથિયાર સાથે ત્રણ શખ્સને ઝડપી પાડવામાં આવ્યા છે. ખેડામાં સેવાલિયા મહારાજના મુવાડા પાસેથી ઘાતક હથિયાર પકડાયા છે.
મળતી માહિતી પ્રમાણે, જામનગર જિલ્લાના ત્રણ આરોપી બે પિસ્ટલ અને બે કારતુસ સાથે ઝડપાયા છે. ગોધરાથી ખેડા જિલ્લામાં પ્રવેશતા સેવાલિયા ચેક પોસ્ટ મહારાજના મુવાડા ઉપરથી ઝડપી લેવાયા હતા. અબ્દુલ લતીફ ઓસમાણ સમા, હુસેન ગફાર ચગદા,મહમદ સલીમ અબ્દુલ કાદર લક્ક્ડ તમામ જામનગરના રહેવાસી હતા અને તમામને ઝડપી લેવામાં આવ્યા છે. બે પિસ્ટલ 50 હજાર, બે કારતુસ 200 રૂપિયા, ત્રણ મોબાઈલ 15 હજાર તથા બ્રેઝા કાર મળી સાડા સાત લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.