
રાજ્યમાં તા. ૨૨મીએ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાવાની છે. ત્યારે આજે સોમવારે આણંદ જિલ્લાની ૧૫૯ ગ્રામ પંચાયતોની સામાન્ય અને ૧૦૦માં પેટા ચૂંટણી યોજાવાની છે. સાથે ખેડા જિલ્લાની ૯૧ ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને ૧૮૨માં પેટા ચૂંટણી યોજાશે. આણંદ અને ખેડાની ૫૩૨ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે વિધિવત જાહેરનામું પ્રસિદ્ધ થશે અને એ સાથે જ ઉમેદવારીપત્ર રજૂ કરવા માટે સરપંચ પદે તથા વોર્ડના ઉમેદવારોનો ભારે ધસારો થઈ શકે છે.
ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં વિખવાદની સંભાવનાઓ વધુ હોય છે. લાંબા સમય પછી ર૭ ટકા અનામતનું કોકડું ઉકેલાયું છે અને ચૂંટણી યોજાતી હોવાથી અનેક ગામોમાં ગ્રામ પંચાયતનો ચૂંટણી જંગ વધુ ઘર્ષણવાળોબને તેવી દહેશત વ્યક્ત થઈ છે.
ભરચોમાસે ચૂંટણી આયોજન
ભરચોમાસે ચૂંટણી આયોજન થયું છે ત્યારે હવામાન વિભાગે પણ જૂન મહિનામાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરતાં સરપંચ અને વોર્ડની ચૂંટણી લડતા અનેક ઉમેદવારો માટે વરસાદ વિલન બને તેવી સંભાવના છે. જ્યારે તા.રર જૂન, રવિવારે સવારે ૭થી સાંજના ૬ દરમિયાન ગ્રામ પંચાયતોમાં ચૂંટણી માટે મતદાન યોજાવવાનું છે. ત્યારે વધુ વરસાદ હોય તો મતદાનને ગંભીર અસર થવાનો પણ ભય ભાવિ ઉમેદવારોને સતાવી રહ્યો છે.
વિગત |
|
તારીખ |
|
જાહેરનામા પ્રસિદ્ધ કરવાની તારીખ |
તા.ર-૬-ર૦રપ, સોમવાર |
|
|
ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ |
તા.૯-૬-ર૦રપ, સોમવાર |
|
|
ઉમેદવારીપત્રોની ચકાસણીની તારીખ |
તા.૧૦-૬-ર૦રપ, મંગળવાર |
|
|
ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ |
તા.૧૧-૬-ર૦રપ, બુધવાર |
|
|
મતદાનની તારીખ |
તા.રર-૬-ર૦રપ, રવિવાર |
|
(સવારના ૭-૦૦ થી સાંજના ૬-૦૦ સુધી) |
પુન મતદાનની તારીખ(જરૂર હોય તો) |
તા.ર૪-૬-ર૦રપ, મંગળવાર |
|
|
મત ગણતરીની તારીખ |
તા.રપ-૬-ર૦રપ, બુધવાર |
|
|
ચૂંટણી પ્રક્રીયા પૂર્ણ થવાની તારીખ |
તા.ર૭-૬-ર૦રપ, શુક્રવાર |
|
|
કેટલી ગ્રામ પંચાયતોમાં ચૂંટણી
જિલ્લો |
સામાન્ય/વિભાજન/મધ્યસત્ર |
પેટા |
કુલ પંચાયત |
આણંદ |
૧૫૯ |
૧૦૦ |
૨૫૯ |
ખેડા |
૯૧ |
૧૮૨ |
૨૭૩ |
ગત સપ્તાહે ચૂંટણીનું એલાન થતાં સરપંચ પદ માટે થનગનતા અનેક મૂરતિયાઓએ તેમના ટેકેદારો સાથે બેઠકો યોજી કયા વોર્ડમાં કોને ઉભા રાખવા તેના જ્ઞાાતિવાઈઝ ગણિત મૂકી દીધા છે. બીજી તરફ નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય ત્યારે જ ચૂંટણીની તાલીમનું આયોજન કરાતા શિક્ષકો, કર્મચારીઓ ચૂંટણીના કામમાં જોતરાશે.આ વખતનો સરપંચ પદનો ચૂંટણી જંગ વધુ રસાકસી ભર્યો બને તે મોટાપાયે મતદારોનું હોર્સટ્રેડિંગ થવાની પણ ભીતિ સેવાઈ રહી છે. ગત તા.૨૮મી મેથી ચૂંટણી અંગેની આચારસંહિતા અમલી બની ગઈ છે. આજે ચૂંટણી યોજવા અંગેનું વિધિવત જાહેરનામું પ્રસિદ્ધ થતાં ચૂંટણી અધિકારી સમક્ષ મોટાપ્રમાણમાં ઉમેદવારીપત્રો તા.૯ જૂન સુધી રજૂ થશે. તા.૧૧ જૂનના રોજ બપોરે દરેક ગ્રામ પંચાયતોનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ જવાની સંભાવના