ગુજરાતના નડિયાદના ઉત્તરસંડામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે ગામમાં અકસ્માતમાં મોતને ભેટેલા યુવાનને તેની બાઈક સાથે દફન કતરવામાં આવ્યો હતો. ક્રિશ નામના યુવાનને તેની બુલેટ સાથે દફન કરવામાં આવ્યો હતો. ઉત્તરસંડાના રહેવાસી ક્રિશનું માર્ગ અકસ્માતમાં સારવાર દરમિયાન કરૂણ મોત થયું હતું. પોતાના દીકરાના મૃતદેહની સાથે તેના પ્રિય વસ્તુઓ અને તેના બુલેટ સાથે દફન કરવામાં આવ્યો હતો. આ અંતિમ વિધીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.