Home / Gujarat / Sabarkantha : Constable caught red-handed taking bribe of Rs 1 lakh

VIDEO/ Sabarkanthaમાં પોલીસ કોન્સ્ટેબલ 1 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

Sabarkantha News: ગુજરાતભરમાંથી લાંચ લેતા સરકારી બાબુઓ ઝડપાઈ રહ્યા છે. એવામાં સાબરકાંઠામાંથી એક પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો છે. સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ 1 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયો છે. દારૂના બાકી હપ્તાના 1,65,000ની ઉઘરાણી કરી રહ્યો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મળતી માહિતી પ્રમાણે, વિકાસ હસમુખભાઈ પટેલ નામનો કોન્સ્ટેબલ 1 લાખ લેતા ઝડપાયો છે. દારૂનો ધંધો કરનારની એકટીવા ડીટેઇન થયા બાદ ગાડી પણ પરત આપતો ન હતો. દારૂનો ધંધો બંધ કર્યા છતાં છેલ્લા ત્રણ મહિનાના હપ્તા માંગતો હતો. ફરીયાદીએ અમદાવાદ એસીબીને જાણ કરતા એસીબીએ છટકું ગોઠવીને ખેડબ્રહ્મા ખાતે કોન્સ્ટેબલને એક લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે.

Related News

Icon