
Pakistan news: પાડોશી દેશ એવા પાકિસ્તાન અત્યારે પહલગામ આતંકવાદી હુમલાને લઈ પોતાના દેશ અને વિદેશમાં ટીકાને પાત્ર બન્યું છે ત્યારે તેના જ દેશમાં આતંકવાદીઓ ઘૂસણખોરીનો પ્રયાસ કરતા સામે આવ્યા છે. પાકિસ્તાનમાં મોટા આતંકવાદી હુમલાને પાર પાડે તે પહેલા તેને નિશાન બનાવીને ઠાર મરાયા હતા.
પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 54 ટીટીપી ટેકેદારોને ઠાર માર્યા છે. આ ઘટના ઉત્તરી વજીરિસ્તાનની નજીક બની હતી. જે અફઘાન સરહદ પર ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતનો એક હિસ્સો છે. પાકિસ્તાન સૈન્ય તરફથી અપાયેલ જાણકારી પ્રમાણે આ બળવાખોરો અશાંત વિસ્તારમાં જોવા મળ્યા અને તેઓને બાદમાં ઠાર મરાયા હતા.
પાકિસ્તાની સૈન્યએ એવો દાવો કર્યો છે કે, ઠાર મરાયેલ આતંકાવાદી ખ્વારિજ, જે પાકિસ્તાની તાલિબાન ટીટીપીનો ટેકેદાર અને તેના ઉપયોગમાં લેવાનારો શબ્દ છે.
કોઈપણ દેશનું નામ લીધા વગર પાકિસ્તાન સૈન્યએ આરોપ મૂક્યો હતો કે, આ બળવાખોરો તેઓના વિદેશી આકા દ્વારા પાકિસ્તાનમાં હાઈ-પ્રોફાઈલ આતંકવાદી હુમલા કરવા માટે મોકલવામાં આવ્યા હતા. પાકિસ્તાનનો આરોપ છે કે, અફઘાન તાલિબાન, જે પાકિસ્તાનમાં તાલિબાન સાથે સંકળાયેલ જૂથોના સહયોગી મનાય છે. આ આતંકવાદી કાર્યવાહીઓને પ્રોત્સાહન આપી રહ્યું છે.
પાકિસ્તાનને ટાર્ગેટ પર ટીટીપી લઈ રહ્યું છે
પાકિસ્તાની તાલિબાન તહેરિક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)ના નામથી કામ કરી રહ્યું છે. અફઘાનિસ્તાનમાં ઓગસ્ટ-2021માં તાલિબાન સરકારની રચના થઈ છે. ત્યારબાદ તેને પોતાની ગતિવિધિઓ વધારી દીધી છે. ટીટીપીને અફઘાન તાલિબાનના ટેકેદાર મનાય છે, અને આ પાકિસ્તાનમાં ઘણા આતંકવાદી હુમલાઓમાં સંડોવાયેલું છે.
ગત મહિને પાકિસ્તાન સૈન્યએ ડેરા ઈસ્માઈલ ખાન શહેરમાં એક સ્થળ પર દરોડા દરમ્યાન નવ આતંકવાદીને માર્યા હતા, જેની પછીથી ઓળખ કરવામાં આવી હતી.
પાકિસ્તાને રેલો આવતા આખરે કાર્યવાહી કરવી પડી
આ દરોડા પાકિસ્તાનમાં ઘુસવાના પ્રયાસ કરી રહેલા આઠ આતંકવાદીઓ ઠાર મરાયા પછી કરવામાં આવી હતી. આમાંથી એક આતંકવાદી શિરીન હતો, જેને પાકિસ્તાની સૈન્યએ ગત મહિને એક કેપ્ટનની હત્યામાં સંડોવાયેલા હોવાનો આરોપ મૂક્યો હતો.આ દરમ્યાન પાકિસ્તાનના એક અધિકારીએ જણાવ્યું કે, અફઘાન તાલિબાન સાથે અપીલ કરી છે કે તેઓ ટીટીપીનો પાકિસ્તાનમાં હુમલા કરવાથી રોકવા પૂરતા પગલાં લે. જો અફઘાનિસ્તાન આ મુદ્દે સહયોગ નહિ કરે તો તમામ કરાર રદ્દ કરી દેવાની ધમકી પણ આપી હતી.