
સાઉથ કોરિયન કાર ઉત્પાદક કંપની કિયાએ 8 મેના રોજ ભારતીય બજારમાં તેના પ્રખ્યાત મલ્ટી પર્પજ વાહન કિયા કેરેન્સનું નવું પ્રીમિયમ વર્ઝન રજૂ કર્યું હતું. કંપનીએ આ નવી કારનું વૈશ્વિક સ્તરે ડેબ્યૂ કર્યું છે અને તેનું નામ 'કિયા કેરેન્સ ક્લેવિસ' રાખ્યું છે. 23 મે 2025ના રોજ કિયાએ આ MPVની કિંમતોની સત્તાવાર જાહેરાત કરી છે. આકર્ષક લુક, અદ્યતન ફીચર્સ અને અદ્ભુત સેફ્ટી ટેકનોલોજીથી સજ્જ, આ કારની શરૂઆતની કિંમત 11.50 લાખ રૂપિયા છે જે ટોચના વેરિયન્ટ માટે 21.50 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) સુધી જાય છે.
Kia Carens Clavis
Kia Carens Clavis માટે બુકિંગ 9 મે 2025 થી શરૂ થઈ ગયું છે. તે કંપનીની સત્તાવાર વેબસાઇટ અને અધિકૃત ડીલરશીપ દ્વારા બુક કરી શકાય છે. કિયા ઇન્ડિયાના એમડી અને સીઈઓ ગુઆંગવુ લીએ જણાવ્યું હતું કે, "ક્લાવિસ નામ લેટિન શબ્દ "ક્લાવિસ ઓરિયા" પરથી ઉતરી આવ્યું છે, જેનો અર્થ "ગોલ્ડન કી" એટલે કે સોનાની ચાવી થાય છે.
Carens Clavis વેરિયન્ટ
કંપની કિયા કેરેન્સ ક્લેવિસને પેટ્રોલ અને ડીઝલ એન્જિન સાથે કુલ 7 વેરિઅન્ટમાં ઓફર કરી રહી છે. જેમાં HTE, HTE (O), HTK, HTK+, HTK+ (O), HTX અને HTX Plusનો સમાવેશ થાય છે. આ કાર મૂળભૂત રીતે કેરેન્સ પર આધારિત છે અને તેને વધુ પ્રીમિયમ આકર્ષણ આપવા માટે તેના કેબિન વગેરેમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે.
નવી Carens Clavis કેવી છે?
લુક અને ડિઝાઇનની વાત કરીએ તો, કિયા કેરેન્સ ક્લેવિસ મોટાભાગે વર્તમાન કેરેન્સ જેવી જ છે. જોકે, કંપનીએ તેના બાહ્ય ભાગમાં કેટલાક કોસ્મેટિક ફેરફારો કરીને તેને નવો લુક આપ્યો છે. આ કારને એક અપમાર્કેટ MPV તરીકે રજૂ કરવા માટે તેને 'ડિજિટલ ટાઇગર ફેસ'નું નવું વર્ઝન આપવામાં આવ્યું છે. જે કંપનીના ફ્લેગશિપ ઇલેક્ટ્રિક કાર મોડેલ EV9 જેવું લાગે છે. ઉપરાંત પાતળા LED ડેટાઇમ રનિંગ લાઇટ્સ (DRLs) જે LED હેડલાઇટ માટે ત્રિકોણાકાર આકાર બનાવે છે.
Carens Clavis વેરિયન્ટની જુઓ કિંમત
Kia Carens Clavisના ફીચર્સ
કેરેન્સની સરખામણીમાં સૌથી મોટો ફેરફાર આગળના ભાગમાં છે, કારણ કે ક્લેવિસને સેલ્ટોસમાં જોવા મળતો 22.62-ઇંચનો ડ્યુઅલ-સ્ક્રીન સેટ-અપ મળે છે, જે 10.25-ઇંચ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને 10.25-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ સાથે જોડાયેલ છે. કેરેન્સ ક્લેવિસમાં ઓટો એસી માટે નવા ડિઝાઇન કરેલા એસી વેન્ટ અને નિયંત્રણો પણ છે. આ ઉપરાંત, તેમાં ફ્લેટ-બોટમ સ્ટીયરિંગ વ્હીલ છે. તમે સાયરોસમાં પણ એક સમાન સ્ટીયરિંગ વ્હીલ જોઈ શકો છો.
રેન્જ-ટોપિંગ કેરેન્સ ક્લેવિસ વેરિયન્ટમાં 4-વે પાવર્ડ ડ્રાઇવર સીટ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ, ઉપરોક્ત 10.25-ઇંચ સ્ક્રીન, વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે, 8-સ્પીકર બોસ ઓડિયો સિસ્ટમ, કેટલાક રિમોટ ફંક્શન્સ સાથે કનેક્ટેડ કાર ટેકનોલોજી અને પેનોરેમિક સનરૂફ મળે છે.
સેફ્ટી મજબૂત
કિયા પહેલાથી જ તેની કારમાં 6 એરબેગ્સ સ્ટાન્ડર્ડ તરીકે ઓફર કરી રહી છે. આ કારમાં વધુ સારી સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે. તેના ટોપ-સ્પેક ટ્રીમમાં 360-ડિગ્રી કેમેરા અને લેવલ-2 એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS) સ્યુટ પણ છે જે એડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ, ફ્રન્ટ કોલિઝન આસિસ્ટ, લેન કીપ આસિસ્ટ અને વધુ જેવા કાર્યો સાથે આવે છે.