Home / Gujarat / Kutch : Accident on Ahmedabad-Kutch Highway: ST bus rams into truck, causing accident

અમદાવાદ-કચ્છ હાઈવે પર દુર્ઘટના: ST બસ ટ્રકની પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો, 18થી વધુ મુસાફરો ઘાયલ

અમદાવાદ-કચ્છ હાઈવે પર દુર્ઘટના: ST બસ ટ્રકની પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો, 18થી વધુ મુસાફરો ઘાયલ

સુરેન્દ્રનગર જીલ્લામાં અકસ્માતના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યાં છે ત્યારે અમદાવાદ-કચ્છ હાઈવે પર એસ.ટી. બસ ટ્રક પાછળ ઘુસી જતા ગત બુધવારે મોડીરાત્રે અકસ્માત સર્જાયો હતો જેમાં એસ.ટી. બસમાં સવાર ૧૫થી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા જે બનાવ અંગે પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથધરી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

એસ.ટી.બસ ટ્રક પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો 

આ અંગે મળતી માહિતી મુજબ અમદાવાદ-કચ્છ હાઈવે પર કચ્છના માતાના મઢથી અમદાવાદ રૃટની એસ.ટી.બસ મુસાફરોને લઈ જઈ રહી હતી તે દરમ્યાન હાઈવે પર ધ્રાંગધ્રા તાલુકાના ધૃ્રમઠ ચોકડી પાસે એસ.ટી.બસ ટ્રક પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં બસમાં સવાર અંદાજે ૧૫થી વધુ મુસાફરો (૧) ક્રિપાલસિંહ ગુમાનસિંહ જાડેજા રહે. મુન્દ્રા ઉ.વ.૨૦ (૨) ગુમાનસિંહ ભીમસિંહ જાડેજા રહે. મુન્દ્રા ઉ.વ.૪૧ (૩) હેમંતકુમાર વરસીંગભાઇ ડામોર રહે. દાહોદ ઉ.વ.૨૭ (૪) ભાવનાબેન હમીરભાઇ રહે. એંજાર ઉ.વ.૫૦ (૫) હમીરભાઈ ઈસુભાઈ કોટી રહે.અંજાર ઉ.વ.૫૫ (૬) સુરેશભાઈ મંગાભાઈ પાયર રહે. લાખી વીરા ઉ.વ.૩૬ (૭) નમન હેમંતકુમાર સોમપુરા રહે. અમદાવાદ ઉ.વ.૨૦ (૮) હેમંત બિહારી લાલ સોમપુરા રહે.અમદાવાદ ઉ.વ.૫૮ (૯) દિલીપભાઈ માણેકભાઈ શાહ રહે. અમદાવાદ ઉ.વ.૪૫ (૧૦) ધમાબેન દિલીપભાઈ શાહ રહે. અમદાવાદ ઉ.વ. ૪૫ (૧૧) વિપુલભાઈ અરવિંદભાઈ અધ્યારુ રહે. અમદાવાદ ઉ.વ.૫૦  (૧૨) હર્ષદભાઈ જયંતીલાલ મેવાડા રહે.ગાંધીધામ ઉ.વ.૪૯ (૧૩) આરતીબેન હર્ષદભાઈ મેવાડા રહે.ગાંધીધામ ઉ.વ.૪૨ (૧૪) ભગવતસિંહ ગંભીરસિંહ જાડેજા રહે.વમોટી કચ્છ ઉ.વ.૪૫ (૧૫) ઉષાબા ભગવતસિંહ જાડેજા રહે.વમોટી કચ્છ ઉ.વ.૪૪ (૧૬) સમીરભાઈ જીતેન્દ્રકુમાર નાઈ રહે.હાથ રોડ ઉ.વ.૩૦ (૧૭) યશપાલસિંહ ભરતસિંહ રાઠોડ રહે.સિંન વાળા ઉ.વ.૪૦ (૧૮) કનૈયાભાઈ ભુરાજી લુહાર રહે.રાજસ્થાન ઉ.વ.૬૨ (૧૯) અર્ચનાબેન હર્ષદભાઈ મેવાડા રહે.ગાંધીધામ ઉ.વ.૧૮ વર્ષ.

આ તમામ મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. તમામને સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ધ્રાંગધ્રા સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી ૭ થી વધુ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હોય વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પીટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. જ્યારે આ અકસ્માતને પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા તેમજ લોકોના ટોળેટોળાં પણ ઉમટી પડયા હતા જ્યારે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ કાફલો સ્થળ પર આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથધરી હતી. આ જ્યારે લખાઈ રહ્યુ છે ત્યારે આ અકસ્માતના બનાવમાં કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.

Related News

Icon