Home / India : RSS's big statement amid language controversy

Video: 'ભારતની તમામ ભાષાઓ રાષ્ટ્રીય ભાષા છે', ભાષા વિવાદ વચ્ચે RSSનું મોટું નિવેદન

Video: 'ભારતની તમામ ભાષાઓ રાષ્ટ્રીય ભાષા છે', ભાષા વિવાદ વચ્ચે RSSનું મોટું નિવેદન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંતીય પ્રચારકોની 3 દિવસીય વાર્ષિક બેઠક રવિવાર (6 જુલાઈ) ના રોજ પૂર્ણ થઈ હતી. RSSની બેઠકમાં સંઘના શતાબ્દી વર્ષ માટેની સંગઠનાત્મક બાબતો અને યોજનાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સંગઠને દેશ સામેના વિવિધ આંતરિક સુરક્ષા પડકારોની સાથે ભાષા વિવાદ પર પણ ચર્ચા કરી હતી. સંઘ હંમેશા માનતો રહ્યો છે કે, ભારતની તમામ ભાષાઓ રાષ્ટ્રીય ભાષાઓ છે અને બધા લોકો પહેલાંથી જ પોતાની ભાષામાં શિક્ષણ મેળવે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

RSS પ્રવક્તા સુનીલ આંબેકરે સોમવારે (7 જુલાઈ) એક પ્રેસ કોન્ફરન્સ યોજી ભાષા વિવાદ મુદ્દે જણાવ્યું હતું કે, RSS હંમેશાથી ભારતની તમામ ભાષાઓને રાષ્ટ્રીય ભાષા માને છે. તેમજ પ્રાથમિક શિક્ષણ પોતાની પ્રાદેશિક ભાષામાં લેવા સમર્થન આપે છે.  આરએસએસ માતૃભાષા બોલવા પ્રાધાન્ય આપે છે. પરંતુ તે એક જ ભાષાને રાષ્ટ્રીય ભાષા તરીકે અપનાવવા સમર્થન આપતા નથી. તમામ ભાષાઓને માન આપે છે. 


 
સરહદી વિસ્તારોમાં સંઘ દ્વારા થયેલા કાર્યો પર ચર્ચા

આંબેકરે આગળ જણાવ્યું કે, બેઠકમાં મણિપુરમાં શાંતિ સ્થાપિત કરવા માટે સંઘના પ્રયાસો પર ચર્ચા કરવામાં આવી હતી. સંઘ દ્વારા મૈતેઈ સમુદાયના લોકો વચ્ચે સંઘ દ્વારા થઈ રહેલા કાર્યોની ચર્ચા થઈ હતી. મણિપુરમાં ઘણી બાબતોમાં સુધારો થયો હોવાનો દાવો પણ કરતાં કહ્યું કે, થોડો સમય લાગશે, પણ મણિપુરની સ્થિતિ સુધરશે.

આરએસએસ દ્વારા ટ્રેનિંગ

વધુમાં, તેમણે જણાવ્યું કે આ વર્ષે બેઠકમાં સંઘે ટ્રેનિંગ ક્લાસ પણ ચર્ચા કરી હતી. 40 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે 75 સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. 17690 સ્વયંસેવકોએ તાલીમ લીધી હતી. જેમાં 8812 સ્થળોના લોકોએ ભાગ લીધો હતો. 40 થી 60 વર્ષની વય જૂથ માટે 25 ટ્રેનિંગ ક્લાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 4270 લોકોએ તાલીમ લીધી હતી.

Related News

Icon