
જો તમે રેમો ડિસોઝાની ફિલ્મ 'ABCD' જોઈ હશે, તો તમને આ ફિલ્મની એક્ટ્રેસ લોરેન ગોટલિબ (Lauren Gottlieb) પણ યાદ હશે. આ એક્ટ્રેસ હાલમાં ચર્ચામાં છે. તે કોઈ ફિલ્મ માટે નહીં પણ તેના લગ્નના કારણે ચર્ચામાં છે. એક્ટ્રેસે ગુપ્ત રીતે ઈટાલીમાં લગ્ન કર્યા છે. તેના લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે લોરેન ગોટલિબ (Lauren Gottlieb) એ 11 જૂને ઈટલીના ટસ્કનીમાં એક પ્રાઈવેટ સેરેમનીમાં ખ્રિસ્તી લગ્ન કર્યા હતા. તેણે ગયા વર્ષે 2024માં તેની સગાઈની જાહેરાત કરી હતી.
એક્ટ્રેસે લગ્નનો ખુલાસો કર્યો
લોરેન ગોટલિબ (Lauren Gottlieb) એ એક ઇન્ટરવ્યુમાં તેના લગ્નનો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું હતું કે તેણે લંડન સ્થિત વીડિયો ક્રિએટર ટોબિયાસ જોન્સ સાથે તેનું નવું જીવન શરૂ કર્યું છે. લગ્ન વિશે વાત કરતા, લોરેને કહ્યું, "તે ખરેખર મારા માટે સ્વપ્ન સાકાર થવા જેવું હતું. સૌથી શાંત ક્ષણોથી લઈને સૌથી મોટા આશ્ચર્ય સુધી."
'ABCD' એક્ટ્રેસે આગળ કહ્યું, "હું લગ્નની સવારે સૌથી પહેલા જાગી ગઈ. હું તૈયાર થઈ રહી હતી ત્યારે હું વિચિત્ર રીતે ચુપ હતી અને પછી... સમય આવી ગયો હતો. જ્યારે મેં ટોબિયાસ જોન્સને તેના કસ્ટમ પ્રાડા ટક્સમાં અલ્ટર પર ઊભેલા જોયા, ત્યારે હું મારી જાતને કહેતી રહી કે દરેક ક્ષણ યાદ રાખ. એક પણ વાત ન ભૂલીશ."
અભિનેત્રી વ્હાઈટ ગાઉનમાં સુંદર દેખાતી હતી
તમને જણાવી દઈએ કે લોરેન ગોટલિબ (Lauren Gottlieb) એ ખ્રિસ્તી વિધિઓ સાથે લગ્ન કર્યા છે. ફોટોમાં તમે જોઈ શકો છો કે એક્ટ્રેસે ઓફ-શોલ્ડર ડીપ કટ નેકવાળું વ્હાઈટ ગાઉન પહેર્યું છે. લોરેને મિનીમલ મેકઅપ સાથે નો જ્વેલરી લુક પસંદ કર્યો છે. તેણે સિમ્પલ હેરસ્ટાઇલ પસંદ કરી છે અને કાનમાં મેચિંગ ઇયરરિંગ્સ પહેરી છે.જ્યારે ટોબિયાસ જોન્સે બ્લેક એન્ડ વ્હાઇટ ટક્સીડો પહેર્યો છે.
ગયા વર્ષે સગાઈ થઈ હતી
લોરેન અને ટોબિયાસના લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. ફોટોમાં, આ કપલ એકબીજા સાથે રોમેન્ટિક પોઝ આપતા જોવા મળી રહ્યા છે. લોરેને ગયા વર્ષે ઓગસ્ટ 2024માં ટોબિયાસ જોન્સ સાથે સગાઈ કરી હતી.