Home / Gujarat / Chhota Udaipur : Government library sealed, not paying light bills and rent

Chhotaudepur News: સરકારી પુસ્તકાલયને લાગ્યા સીલ, બે વર્ષથી લાઈટ બીલ અને ભાડું ન ભરાતા ચીફ ઓફિસરની કાર્યવાહી

Chhotaudepur News: સરકારી પુસ્તકાલયને લાગ્યા સીલ, બે વર્ષથી લાઈટ બીલ અને ભાડું ન ભરાતા ચીફ ઓફિસરની કાર્યવાહી

છોટાઉદેપુર  ખાતે આવેલ સરકારી જિલ્લા પુસ્તકાલયને છેલ્લા બે વર્ષથી ભાડું તે બદલાઈ બીલ બાકી હોવાના કારણે નગર સેવા સંબંધ દ્વારા સીલ મારી દેવામાં આવ્યું છે. હાલ લાઇબ્રેરીનો લાભ લેતા 245 જેટલા લાભાર્થીઓ લાભ લેતા હતા જ્યારે બે સરકારી વિભાગો આમને સામને આવતા વિદ્યાર્થીઓને પુસ્તકાલય ની મળતી સુવિધા બંધ થઈ ગઈ છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પરીક્ષાર્થીઓ વધુ ઉપયોગ કરે છે

છોટાઉદેપુર ખાતે આવેલ જિલ્લા સરકારી પુસ્તકાલયમાં 245 જેટલા લાભાર્થીઓનું રજીસ્ટ્રેશન ધરાવે છે. જેમાં મહત્વની વાત એ છે કે યુપીએસસી અને જીપીએસસીની સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. તેઓ રાત દિવસ આ લાઇબ્રેરીનો ઉપયોગ કરતા હતા. આ લાઇબ્રેરી વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ સમાન હતી. 

બિલ્ડિંગનું કામ અધુરું

લાઇબ્રેરી સંચાલકો દ્વારા નગર સેવા સદન ને બે વર્ષથી ભાડું તેમજ લાઈટ બિલ ના ચૂકવતા નગર સેવા સદન દ્વારા લાઇબ્રેરીને સીલ કરવામાં આવતા હાલ વિદ્યાર્થીઓનું ભવિષ્ય રામ ભરોસે છે તેમ કહીએ તો કંઈ ખોટું નથી. સરકાર દ્વારા છોટાઉદેપુર ખાતે સરકારી લાઇબ્રેરી માટે રૂપિયા 8 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાઓથી સજ્જ બિલ્ડીંગ બનાવવા માટે ગ્રાન્ટ ફાળવી છે. પરંતુ બિલ્ડિંગનું કામ અધૂરું છે. જેના કારણે નગરપાલિકાના બિલ્ડિંગમાં ભાડાથી પુસ્તકાલય ચલાવવામાં આવે છે હાલ તો નગર પાલિકા અને જિલ્લા સરકારી પુસ્તકાલય ના અધિકારીઓ વચ્ચે વહીવટ ની ખામી ના કારણે નગરપાલિકા ના ચીફ ઓફિસરે લાઇબ્રેરી ને તાળા મારી દીધા છે 

 

 

Related News

Icon