Loan: ઘણીવાર કટોકટીની સ્થિતિમાં, લોકો પૈસા માટે પર્સનલ લોન અથવા ક્રેડિટ કાર્ડનો સહારો લે છે. જોકે, ક્રેડિટ કાર્ડ દ્વારા ઉપલબ્ધ રકમ મર્યાદિત છે અને વ્યાજ ખૂબ વધારે છે. તે જ સમયે, પર્સનલ લોનમાં વ્યાજ દર પણ ઊંચા છે અને EMIનો બોજ દર મહિને રહે છે. પરંતુ એક એવો વિકલ્પ પણ છે જે ફક્ત પર્સનલ લોન કરતાં સસ્તો તો છે સાથે EMI ની ઝંઝટ પણ નથી. આ LIC પોલિસી સામે લોન છે.

