Home / Lifestyle / Beauty : Avoid these mistakes during skin care routine

તમારી ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે આ ભૂલો, સ્કિન કેર કરતી વખતે રાખો ખાસ ધ્યાન

તમારી ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે આ ભૂલો, સ્કિન કેર કરતી વખતે રાખો ખાસ ધ્યાન

ઘણા લોકો તેમના ચહેરાની સુંદરતા જાળવવા માટે વિવિધ પ્રકારના સ્કિન કેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. દરેક ત્વચાના પ્રકાર અને ટોન અનુસાર મેકઅપ અને સ્કિન કેર પ્રોડક્ટ્સ બજારમાં ઉપલબ્ધ છે. આમ છતાં ઘણી વખત એવું બને છે કે મોંઘા સ્કિન કેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કર્યા પછી પણ ચહેરાને કોઈ ફાયદો નથી થતો પરંતુ તેના કારણે ચહેરા પર દરેક પ્રકારની સમસ્યાઓ દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં, તમારે આ સમસ્યાના કારણો શું છે તેના પર ધ્યાન આપવાની જરૂર છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ પણ વાંચો: Beauty Tips / નવા વર્ષમાં મળશે ગ્લોઈંગ સ્કિન, બસ આ રીતે કરો કાચા દૂધનો ઉપયોગ

તમારા દ્વારા કરવામાં આવેલી કેટલીક ભૂલોને કારણે તમારી ત્વચાને નુકસાન થાય છે અને તમારા ચહેરાનો રંગ બગડવા લાગે છે. અહીં અમે તમને કેટલીક એવી ભૂલો વિશે જણાવીશું જે લોકો ઘણીવાર જાણતા-અજાણતા કરી નાખે છે. આવી સ્થિતિમાં તમારે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.

યોગ્ય પ્રોડક્ટ્સ ન પસંદ કરવા

તમારી ત્વચાના પ્રકારને સમજો અને તે મુજબ સ્કિન કેર પ્રોડક્ટ્સ પસંદ કરો, કારણ કે દરેકની ત્વચાનો પ્રકાર અલગ-અલગ હોય છે. ખોટા ઉત્પાદનનો ઉપયોગ કરવાથી ત્વચા પર ડ્રાયનેસ અને પિમ્પલની સમસ્યા થઈ શકે છે.

સનસ્ક્રીનનો ઉપયોગ ન કરવો

સનસ્ક્રીન લગાવ્યા વિના તડકામાં બહાર જવાથી ત્વચા પર યુવી કિરણોની અસર થાય છે, જે ટેનિંગ, સનબર્ન અને કરચલીઓનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં દરરોજ ઘરની બહાર નીકળતા પહેલા SPF 40 કે તેથી વધુની સનસ્ક્રીન લગાવો.

મેકઅપ યોગ્ય રીતે રીમુવ ન કરવો

મેકઅપ રીમુવ કર્યા વિના સૂવાથી ત્વચાના પોર્સ બંધ થઈ શકે છે, જેનાથી ખીલ અને ડાઘ થઈ શકે છે. આવી સ્થિતિમાં, સૂતા પહેલા હંમેશા મેકઅપને યોગ્ય રીતે રીમુવ કરો અને ત્વચાને સાફ કરો. મેકઅપ રીમુવ કર્યા પછી, ચહેરાને યોગ્ય રીતે સાફ કરવાની ખાતરી કરો.

આ પણ વાંચો: Beauty Tips / શિયાળામાં દરરોજ ચહેરા પર લગાવો એલોવેરા, ઘરે જ બનાવી લો જેલ

ચહેરાને વારંવાર સ્પર્શ કરવો

ચહેરાને વારંવાર સ્પર્શ કરવાથી, હાથમાંથી ગંદકી અને બેક્ટેરિયા ત્વચા પર લાગે છે, જે ત્વચાની સમસ્યાઓનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં ચહેરાને સ્પર્શ કરવાની ટેવ પર નિયંત્રણ રાખો અને હાથ સાફ રાખો. જેથી કરીને જો તમે તમારા ચહેરાને સ્પર્શ કરો છો, તો તેને કોઈ નુકસાન ન થાય.

વારંવાર સ્ક્રબ કરવું

વારંવાર સ્ક્રબ કરવાથી ત્વચાનું કુદરતી મોઇશ્ચર દૂર થાય છે અને ત્વચા સંવેદનશીલ બને છે. તેથી, અઠવાડિયામાં માત્ર 1-2 વખત હળવા સ્ક્રબનો ઉપયોગ કરો, જેથી તમારા ચહેરાને પોષણ મળે.

ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.


Icon