
ચોમાસામાં હવામાન ખૂબ જ ખુશનુમા બની જાય છે, પરંતુ તે વાળ માટે ઘણી સમસ્યાઓનું કારણ પણ બની શકે છે. આ ઋતુમાં ભેજને કારણે વાળમાં ફ્રિઝીનેસ વધે છે, જેના કારણે વાળ નિર્જીવ દેખાવા લાગે છે અને તેમને સંભાળવા પણ મુશ્કેલ બની જાય છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો, તો અહીં આપેલી 5 સરળ ટિપ્સ અપનાવીને, તમે ચોમાસામાં પણ નરમ, ચમકદાર અને સ્વસ્થ વાળ મેળવી શકો છો.
નિયમિત કંડીશનીંગ કરો
ચોમાસામાં વાળને હાઈડ્રેટેડ રાખવા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જો તમારા વાળ શુષ્ક અને ફ્રિઝી થઈ રહ્યા હોય, તો અઠવાડિયામાં 2-3 વખત કંડીશનરનો ઉપયોગ કરો. નાળિયેર તેલ અને મધ જેવી કુદરતી વસ્તુઓમાંથી બનાવેલા કંડીશનર વાળને મોઇશ્ચરાઇઝ કરે છે અને ફ્રિઝીનેસ ઘટાડે છે.
કેવી રીતે ઉપયોગ કરવો?
- કંડીશનર ફક્ત વાળની લંબાઈ અને છેડા પર લગાવો, મૂળ પર નહીં.
- તેને 5-10 મિનિટ માટે રહેવા દો અને પછી ઠંડા પાણીથી ધોઈ લો.
તેલથી મસાજ કરો
વાળના મૂળને પોષણ આપવા માટે નવશેકા ગરમ તેલની મસાજ ખૂબ જ ફાયદાકારક છે. નાળિયેર તેલ, બદામ તેલ અથવા ઓલિવ ઓઈલ જેવા તેલ વાળને નરમ બનાવે છે અને ફ્રિઝીનેસ ઓછી કરે છે.
મસાજ કેવી રીતે કરવું?
- તેલને થોડું ગરમ કરો અને આંગળીઓથી માથાની ચામડી પર હળવા હાથે માલિશ કરો.
- તેને 30 મિનિટથી 1 કલાક સુધી રહેવા દો અને પછી હળવા શેમ્પૂથી ધોઈ લો.
હેર માસ્ક લગાવો
નેચરલ હેર માસ્ક વાળને ડીપ કંડીશનીંગ પૂરું પાડે છે. ચોમાસામાં વાળને પોષણ આપવા માટે, અઠવાડિયામાં એકવાર હેર માસ્ક લગાવો.
આ હેર માસ્ક લગાવી શકો છો
કેળા અને મધનો માસ્ક - એક પાકેલા કેળાને મેશ કરો, તેમાં એક ચમચી મધ ઉમેરો અને તેને વાળ પર લગાવો અને 20 મિનિટ પછી ધોઈ લો.
ભીના વાળને કોમ્બ ન કરો
ચોમાસા દરમિયાન હવામાં રહેલ ભેજ વાળને ફ્રિઝી બનાવે છે. આવી સ્થિતિમાં, ભીના વાળને કોમ્બ કરવાથી તે તૂટવા લાગે અને ફ્રિઝી થઈ શકે છે. હંમેશા તમારા વાળ સુકાઈ ગયા પછી જ કોમ્બ કરો અને પહોળા દાંતાવાળા કાંસકાનો ઉપયોગ કરો.
હેલ્ધી ડાયટ લો
વાળના સ્વાસ્થ્ય માટે પોષણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. વિટામિન-ઈ, પ્રોટીન અને ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર આહાર વાળને મજબૂત અને ચમકદાર બનાવે છે.
શું ખાવું?
- તમારા ડાયટમાં પાલક, બદામ અને એવોકાડો જેવી વસ્તુઓનો સમાવેશ કરો.
- પુષ્કળ પાણી પીઓ, જેથી વાળ હાઈડ્રેટેડ રહે.
ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.