Home / Lifestyle / Beauty : Hair started turning white at a young age

Hair Care : નાની ઉંમરમાં જ વાળ થવા લાગ્યા સફેદ, તમારી આ ખરાબ ટેવ છે જવાબદાર! 

Hair Care : નાની ઉંમરમાં જ વાળ થવા લાગ્યા સફેદ, તમારી આ ખરાબ ટેવ છે જવાબદાર! 

થોડા વર્ષ અગાઉ 40થી વધુ વયની વ્યક્તિને સફેદ વાળ આવવાના શરૂ થઇ જતા હતા. પરંતુ હવે સ્થિતિ બદલાઇ ગઇ છે અને 12થી 16 વર્ષની ઉંમરના વિદ્યાથીઓના એક વર્ગમાં સરેરાશ આઠ વિદ્યાથીઓ સફેદવાળનો ભોગ  બની રહ્યા છે. ટીનએજમાં વાળ સફેદ થઈ ગયા હોય તેનો આંકડો આજથી બે દાયકા અગાઉ માત્ર એક કે બે વિદ્યાથી પૂરતો સીમિત હતો. પરંતુ હવે ગરમીમાં વાળનું એક્સપોઝર, તેલ નહીં નાંખવાની ટેવ, રોજેરોજ જેલી નાંખીને વાળને કડક સ્ટાઈલમાં રાખવાની આદત અને જંકફૂડ આજના ટીનેજર્સના વાળ વહેલા સફેદ કરી રહ્યા છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

માથામાં નિયમિત તેલ નાંખવાની પ્રાચીન પદ્ધતિ હવે ઘટી

તાજેતરમાં હાથ ધરાયેલા એક સર્વે અનુસાર, એક વર્ગમાં એક સેમ્પલમાં 30 વિદ્યાથીઓને લઈને જોવામાં આવતા લગભગ 30 ટકા વિદ્યાથીઓ એવા નીકળે જ છે, જેમના માથામાં સફેદ વાળ હોય. જ્યારે તેમને પૂછવામાં આવે છે ત્યારે તેઓ હેર સ્ટાઈલિંગ માટે જેલનો ઉપયોગ કરતાં જોવા મળે છે. કિશોરીઓમાં આ પ્રકારે વહેલા વાળ સફેદ થવાનું મુખ્ય કારણ તેલ નાંખવાની અનિયમિતતા પણ છે. વર્કિંગ વુમનના બાળકોમાં સમય ન મળવાને કારણે હવે બાળકોમાં નિયમિત તેલ નાંખવાની જે પ્રાચીન પદ્ધતિ હતી તે હવે ઘટી રહી છે. 

અમદાવાદની શાળાઓમાં સર્વે કરતાં માલૂમ પડ્યું છે કે, એક વર્ગમાં 15 ટકા વિદ્યાથીઓ એવા જોવા મળે છે જેમના ત્રીસ ટકાથી વધુ વાળ સફેદ હોય છે. 10 ટકા વિદ્યાથીઓના વધુ પડતાં વાળ સફેદ હોવાથી તેઓ હેર કલર કે હેર ડાઈ કરતા હોય એ વાત સામાન્ય થઈ ગઈ છે. જો કે નવાટીનેજર્સ હેર કલર્સ વધુ વાપરતા હોવાથી આખી વાત શેડિંગ કે હાઈલાઈટિંગ પર જતી રહે છે. પરંતુ આ એક પ્રકારે ગ્રેઈંગની શરુઆત હોય છે. ઘણાં વિદ્યાથીઓમાંતેલ ન નાંખવાની ટેવ, જંક ફૂડ, હેર જેલ અને તણાવ આ બધાં જ કારણો એક સાથે વાળ પર અસર કરી રહ્યા છે.

Related News

Icon