
લગ્નની સિઝન નવેમ્બરથી જાન્યુઆરી સુધી ચાલે છે. આ સમયે, તમારા ઘરે કોઈ સંબંધી, મિત્ર અથવા પાડોશીના લગ્નનું આમંત્રણ કાર્ડ આવ્યું હશે, આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ લગ્નમાં એટ્રેક્ટિવ અને સ્ટાઇલિશ દેખાવા માંગે છે. આ માટે આઉટફિટની સાથે ગ્લોઈંગ સ્કિન પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. શિયાળાની ઋતુમાં ત્વચા ડ્રાય થવા લાગે છે અને કેટલીકવાર તેના કારણે ત્વચાનો ગ્લો ઓછો થવા લાગે છે.
આ પણ વાંચો: લગ્નમાં થોડા જ દિવસો બાકી છે? તો આજથી જ શરૂ કરો આ કામ, ગ્લોઈંગ અને સ્પોટલેસ લાગશે તમારી ત્વચા
ચહેરા પર ગ્લો લાવવા માટે લોકો ઘણા પ્રકારના ફેશિયલ કરાવે અને મોંઘા પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. પરંતુ જો તમારી પાસે પાર્લરમાં જવાનો સમય નથી તો લગ્નમાં જવાના એક દિવસ પહેલા તમે ઘરે ફેસ પેક બનાવી શકો છો અને સ્ક્રબ કર્યા બાદ તેને ચહેરા પર લગાવી શકો છો. આ ત્વચા પર નેચરલ ગ્લો લાવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
કોફી પાવડર અને નાળિયેર તેલ
કોફી પાવડર અને નાળિયેર તેલનો ફેસ પેક dray સ્કિનવાળા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ઉપરાંત, કોફી પાવડર એક્સ્ફોલિએટરની જેમ ત્વચાને ઊંડે સુધી સાફ કરવામાં મદદ કરી શકે છે. તે ત્વચાને ગ્લોઈંગ બનાવવામાં મદદ કરે છે. તેને બનાવવા માટે સૌથી પહેલા 1 ચમચી કોફી પાવડર અને 1 ચમચી નારિયેળ તેલ લો. હવે આ બંનેને સારી રીતે મિક્સ કરો અને સોફ્ટ પેસ્ટ તૈયાર કરો. હવે તેને તમારા ચહેરા પર 10થી 15 મિનિટ સુધી લગાવો અને પાણીથી ચહેરો સાફ કરો.
ચણાનો લોટ અને કાચું દૂધ
આ ફેસ પેક બનાવવા માટે બે ચમચી ચણાના લોટમાં ત્રણ ચમચી કાચું દૂધ મિક્સ કરો. તમે તેમાં થોડી હળદર પાવડર પણ ઉમેરી શકો છો. આ મિશ્રણને ચહેરા પર 20 મિનિટ સુધી લગાવી રાખો અને પછી પાણીથી ચહેરો ધોઈ લો. આ ફેસ પેક રંગને સુધારવામાં, ત્વચાને કુદરતી રીતે મોઇશ્ચરાઇઝ કરવામાં, ત્વચાને નરમ બનાવવામાં, ત્વચાના ડેડ સેલ્સને દૂર કરવામાં અને ત્વચા પર ગ્લો લાવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
મધ અને કોફી
ઈન્સ્ટન્ટ ગ્લો મેળવવા માટે તમે મધ અને કોફીનો ફેસ પેક બનાવી શકો છો. કોફી ત્વચા માટે કુદરતી એક્સ્ફોલિએટર તરીકે કામ કરે છે. તે ત્વચાના ડેડ સેલ્સ, પિગમેન્ટેશન અને ટેનિંગને દૂર કરવામાં મદદ કરી શકે છે. મધમાં રહેલા પોષક તત્વો ત્વચાને મોઇશ્ચર અને ગ્લો આપવા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ ફેસ પેક બનાવવા માટે એક બાઉલમાં 2 ચમચી કોફી પાવડર, 2 ચમચી ખાંડ અને 1 ચમચી મધ નાખીને સારી રીતે મિક્સ કરો. હવે આ પેસ્ટને ચહેરા અને ગરદન પર 15 મિનિટ સુધી લગાવો અને પછી સર્ક્યુલર મોશનમાં મસાજ કરીને સાફ કરો.