
તમારી સાથે પણ ક્યારેક એવું બન્યું હશે કે તમારે નેઈલ પોલિશ રીમુવ કરવી છે, પરંતુ તે સમયે કાં તો રીમુવર ખતમ થઈ ગયું હોય છે અથવા તો તે ક્યાંય મળતું નથી. આજે અમે તમારી આ સમસ્યાનો ઉકેલ લાવ્યા છીએ. અહીં અમે તમને કેટલીક એવી રીતો વિશે જણાવીશું જેની મદદથી નેઈલ પોલિશ સરળતાથી દૂર કરી શકાય છે. આ હેક્સની મદદથી તમારા નખ ચમકદાર લાગશે.
લીંબુ અને વિનેગર
જો નેઈલ પોલિશ રીમુવર ઉપલબ્ધ ન હોય તો તમે વિનેગર અને લીંબુની મદદથી પણ નેઈલ પોલિશ દૂર કરી શકો છો. આ માટે સૌ પ્રથમ તમારે તમારા હાથને નવશેકા પાણીમાં પલાળવા પડશે, પછી વિનેગર અને લીંબુનો રસને એક કોટન પેડ પર લઈને તેનાથી નેઈલ પોલિશ સાફ કરો.
ડિઓડરન્ટ
આ હેક વિચિત્ર લાગી શકે છે, પરંતુ ડિઓડરન્ટનો ઉપયોગ નેઈલ પોલિશ દૂર કરવા માટે પણ કરી શકાય છે. આ માટે તેને કોટન પર સ્પ્રે કરો અને પછી તેને નખ પર ઘસીને નેઈલ પોલિશ સાફ કરો.
હેર સ્પ્રે
હેર સ્પ્રેમાં થોડી માત્રામાં આલ્કોહોલ હોવાથી તેની મદદથી તમે નેઈલ પોલિશ ઝડપથી દૂર કરી શકો છો. આ માટે એક ટીશ્યુ અથવા કોટન પેડ પર સ્પ્રે કરીને નખ પર રબ કરવાથી નેઈલ પોલિશ નીકળી જશે.
પરફ્યુમ
નેઈલ પોલિશ રીમુવરને બદલે તમે પરફ્યુમનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે એક કોટન પેડ પર પરફ્યુમ સ્પ્રે કરો અને પછી તેને નખ પર ઘસીને નેઈલ પોલિશ સાફ કરો.
ટૂથપેસ્ટ
ટૂથપેસ્ટનો ઉપયોગ નેઈલ પોલિશ દૂર કરવા માટે કરી શકાય છે. આ એવી વસ્તુ છે જે દરેકના ઘરમાં હંમેશા હાજર રહે છે. આ માટે થોડી ટૂથપેસ્ટ લો અને તેને તમારા નખ પર લગાવો. તેને થોડીવાર ઘસવાથી નેઈલ પોલિશ નીકળી જશે.