Home / Lifestyle / Beauty : Include these things in your skin care routine for healthy skin

Beauty Tips / દરેક ઋતુમાં જોઈએ છે હેલ્ધી ત્વચા? તો સ્કિન કેર રૂટીનમાં સામેલ કરો આ 2 વસ્તુઓ

Beauty Tips / દરેક ઋતુમાં જોઈએ છે હેલ્ધી ત્વચા? તો સ્કિન કેર રૂટીનમાં સામેલ કરો આ 2 વસ્તુઓ

સ્વસ્થ અને ચમકતી ત્વચા મેળવવા માટે, સ્ત્રીઓ અનેક પ્રકારના પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. પરંતુ, જ્યારે તમે આ પ્રોડક્ટ્સનો ઉપયોગ બંધ કરો છો, ત્યારે ત્વચાનો ગ્લો ઓછો થઈ જાય છે. આ સાથે, આ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતી વખતે ખર્ચ પણ વધારે થાય છે. જો તમે દરેક ઋતુમાં સ્વસ્થ અને ચમકતી ત્વચા મેળવવા માંગતા હોવ, તો તમારા સ્કિન કેર રૂટીનમાં 2 વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. ચાલો તમને જણાવીએ કે આ બે વસ્તુઓ કઈ છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

કાચું દૂધ

સ્વસ્થ ત્વચા મેળવવા માટે તમે કાચા દૂધનો ઉપયોગ કરી શકો છો. કાચા દૂધમાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન, ખનિજો અને ફેટી એસિડની સાથે ઘણા બધા પોષક તત્વો હોય છે. આ બધા ગુણો ચહેરા માટે ફાયદાકારક છે, તે ત્વચા સંબંધિત સમસ્યાઓ ઘટાડવા તેમજ ચમકતી અને સ્વસ્થ ત્વચા મેળવવા માટે પણ ફાયદાકારક છે. તમે કાચા દૂધનો ઉપયોગ તમારા ચહેરાને સાફ કરવા તેમજ મેકઅપ રીમુવ કરવા માટે કરી શકો છો.

મધ

ત્વચા સંબંધિત સમસ્યાઓ ઘટાડવા અને સ્વસ્થ ત્વચા મેળવવા માટે તમે મધનો ઉપયોગ કરી શકો છો. મધમાં ઔષધીય, એન્ટી-ઓકિસડન્ટ અને મોઈશ્ચરાઈઝિંગ ગુણધર્મો પણ હોય છે. આ બધા ગુણધર્મો ત્વચાને સ્વસ્થ બનાવવાની સાથે સાથે તેને સોફ્ટ બનાવવામાં પણ ઉપયોગી છે. તમે દહીં સાથે મધનો ઉપયોગ કરી શકો છો અને તેને ફેસ માસ્ક તરીકે લગાવી શકો છો.

ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.

Related News

Icon