
જ્યારે પણ મહિલાઓ ક્યાંક બહાર જવાનું વિચારે છે ત્યારે તેઓ કેવો આઉટફિટ પહેરવો અને મેકઅપ કેવો કરવો તેના વિશે મૂંઝવણમાં મુકાય જાય છે. કારણ કે આપણો લુક ત્યારે જ સારો લાગે છે. જ્યારે આપણે આઉટફિટ સાથે યોગ્ય રીતે મેકઅપ કરીએ છીએ. લિપસ્ટિક પણ તેમાંથી એક છે, જેને લગાવવાથી મેકઅપ કમ્પ્લીટ થાય છે. આ માટે તમે રેડ કલરના આઉટફિટ સાથે અલગ-અલગ રંગની લિપસ્ટિક લગાવી શકો છો. તેનાથી તમારા હોઠ સુંદર લાગશે.
આ પણ વાંચો: Dry Lips Care / શું હવામાન બદલાતા ફાટવા લાગ્યા છે તમારા હોઠ? તો રોજ કરો આ કામ
બ્રાઉન કલર
તમે તમારા રેડ આઉટફિટ સાથે બ્રાઉન કલરની લિપસ્ટિક લગાવી શકો છો. આમાં તમને ગ્લોસી અને મેટ બંને વિકલ્પો મળશે. આને લગાવ્યા પછી, તમારા આઉટફિટનો રંગ બેલેન્સ થઈ જશે. જો તમે ઈચ્છો તો, તમે તેની સાથે થોડો બોલ્ડ મેકઅપ લુક અપનાવી શકો છો.
પીચ કલર
પીચ કલરની લિપસ્ટિક પણ લગાવ્યા પછી સારી લાગે છે. ન્યુડ શેડ માટે આ બેસ્ટ ઓપ્શન છે. આમાં પણ તમને ગ્લોસી અને મેટ બંને ઓપ્શન મળશે. આ ઉપરાંત, તમને સ્પાર્કલ લિપસ્ટિક પણ મળશે. આને લગાવીને તમે તમારો મેકઅપ લુક કમ્પ્લીટ કરી શકો છો.
પિંક કલર
બહુ ઓછા લોકોને રેડ આઉટફિટ સાથે પિંક કલરની લિપસ્ટિક લગાવવી ગમે છે. પરંતુ તમે તેને ટ્રાય કરી શકો છો. આમાં તમે ઈચ્છો તો હોટ પિંકને બદલે ન્યૂડ પિંક શેડની લિપસ્ટિક ખરીદી શકો છો. તેનાથી તમારો દેખાવ સારો લાગશે. જો તમે ઈચ્છો, તો આ શેડની ગ્લોસી લિપસ્ટિક લગાવી શકો છો.