Home / Lifestyle / Beauty : Make beetroot face pack with these 3 methods

આ 3 રીતે બનાવો બીટનો ફેસ પેક, થોડા દિવસમાં જ ચમકવા લાગશે તમારો ચહેરો

આ 3 રીતે બનાવો બીટનો ફેસ પેક, થોડા દિવસમાં જ ચમકવા લાગશે તમારો ચહેરો

બીટ વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટી-ઓક્સિડન્ટ્સથી ભરપૂર છે. તે ત્વચાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેના એન્ટી-ઇન્ફલેમેટરી અને એન્ટી-બેક્ટેરિયલ ગુણધર્મો ખીલ, ડાર્ક સ્પોટ્સ અને ત્વચાની બળતરા જેવી ત્વચાની સમસ્યાઓને ઘટાડવામાં મદદ કરે છે. આ લેખમાં, અમે ત્રણ સરળ રીતે બનાવી શકાય તેવા બીટના ફેસ પેક વિશે જણાવીશું જે તમારી ત્વચાને સ્પષ્ટ અને ચમકદાર બનાવવામાં મદદ કરશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

બીટ અને મધનો ફેસ પેક

સામગ્રી

  • બીટનો રસ - 2 ચમચી
  • મધ - 1 ચમચી

ઉપયોગ કરવાની રીત

  • એક બાઉલમાં બીટનો રસ અને મધ મિક્સ કરો.
  • સારી રીતે મિક્સ કર્યા પછી, માસ્કને સ્વચ્છ ચહેરા પર લગાવોરો.
  • 15-20 મિનિટ માટે રહેવા દો, પછી ઠંડા પાણીથી ધોઈ લો.

ફાયદા

બીટનો રસ ત્વચાને પોષણ આપે છે અને મધ ત્વચાને ભેજ પ્રદાન કરે છે. આ માસ્ક ત્વચાને નરમ અને ચમકદાર બનાવે છે.

બીટ અને દહીંનો ફેસ પેક

સામગ્રી

  • બીટનો રસ - 2 ચમચી
    દહીં - 1 ચમચી

ઉપયોગ કરવાની રીત

  • એક બાઉલમાં બીટનો રસ અને દહીં મિક્સ કરો.
  • ત્યારબાદ ચહેરાને સાફ કરીને અ માસ્ક લગાવો..
  • તેને 15-20 મિનિટ માટે રહેવા દો, પછી ઠંડા પાણીથી ધોઈ લો.

ફાયદા

દહીંમાં લેક્ટિક એસિડ હોય છે જે ત્વચાને એક્સ્ફોલિયેટ કરે છે અને ડેડ સ્કિન સેલ્સને દૂર કરે છે. આ માસ્ક ત્વચાને સ્વચ્છ અને ચમકદાર બનાવે છે.

બીટ અને ચંદન પાવડરનો ફેસ પેક

સામગ્રી

  • બીટનો રસ - 2 ચમચી
  • ચંદન પાવડર - 1 ચમચી

ઉપયોગ કરવાની રીત

  • એક બાઉલમાં બીટનો રસ અને ચંદન પાવડર મિક્સ કરો.
  • થોડું પાણી ઉમેરીને પેસ્ટ બનાવો.
  • હવે તેને સ્વચ્છ ચહેરા પર લગાવો.
  • 15-20 મિનિટ માટે રહેવા દો, પછી ઠંડા પાણીથી ધોઈ લો.

ફાયદા

ચંદનના પાવડરમાં એન્ટી-ઇન્ફલેમેટરી અને એન્ટી-બેક્ટેરિયલ ગુણો હોય છે જે ત્વચાની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.

ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.

Related News

Icon