
લિપસ્ટિકના અલગ-અલગ શેડ્સ સ્ત્રીની સુંદરતા તો વધારે જ છે, પરંતુ દરેક વખતે તેને અલગ લુક પણ આપે છે. આથી જ કોઈપણ સ્ત્રી પાસે વિવિધ શેડ્સની લિપસ્ટિક્સ સરળતાથી મળી જાય છે. જેને તે આઉટફિટ, સ્ટાઇલ અને પ્રસંગ પ્રમાણે લગાવવાનું પસંદ કરે છે. કદાચ તમે પણ નિયમિતપણે લિપસ્ટિક લગાવતા હશો, પરંતુ શું તમે જાણો છો કે લિપસ્ટિક તમારા માટે નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે.
આ ફક્ત તમારા હોઠને શુષ્ક જ નથી બનાવતી, પરંતુ એલર્જીક રીએક્શનનું કારણ પણ બને છે. આટલું જ નહીં ક્યારેક લિપસ્ટિકને કારણે સ્કિન પિગમેન્ટેશનની સમસ્યા પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં લિપસ્ટિક લગાવતી વખતે કેટલીક નાની-નાની વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. તો, આજે આ લેખમાં અમે તમને જણાવી રહ્યા છીએ કે લિપસ્ટિક લગાવતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
હાઈ ક્વોલિટીની લિપસ્ટિક
જ્યારે પણ તમે લિપસ્ટિક લગાવો ત્યારે ખાતરી કરો કે તે હાઈ ક્વોલિટીની પ્રોડક્ટ છે. જો તમે બ્રાન્ડેડ લિપસ્ટિકમાં રોકાણ કરો તો સારું રહેશે. આ થોડી મોંઘી હોઈ શકે છે. પરંતુ માત્ર પૈસા બચાવવા માટે ક્યારેય હલકી ગુણવત્તાવાળી અથવા નકલી પ્રોડક્ટ ન ખરીદો. તેમાં હાનિકારક ઘટકો હોઈ શકે છે, જે તમારા હોઠને નુકસાન પહોંચાડી શકે છે.
ઇન્ગ્રીડીયન્સ ચેક કરો
સામાન્ય રીતે, લિપસ્ટિકમાં વપરાતા ઇન્ગ્રીડીયન્સ તમારા હોઠને નુકસાન પહોંચાડે છે, તેથી હંમેશા સલાહ આપવામાં આવે છે કે જ્યારે પણ તમે લિપસ્ટિક ખરીદો ત્યારે સૌપ્રથમ એકવાર લેબલ વાંચો અને ઇન્ગ્રીડીયન્સ ચેક કરો. માત્ર એવી લિપસ્ટિક ખરીદો જેમાં હાનિકારક રસાયણો જેમ કે પેરાબેન્સ, ફેથલેટ્સ અને લેડ ન હોય. તમારા હોઠ માટે માત્ર કુદરતી અને ઓર્ગેનિક વિકલ્પો પસંદ કરવાનો પ્રયાસ કરો.
હોઠને મોઈશ્ચરાઈઝ કરો
આ એક એવી ટિપ છે જે આપણે બધા વારંવાર ચૂકી જઈએ છીએ અને તેથી લિપસ્ટિક લગાવવાથી હોઠને નુકસાન થાય છે. લિપસ્ટિક લગાવતા પહેલા મોઈશ્ચરાઈઝિંગ લિપ બામ લગાવીને તમારા હોઠને સારી રીતે હાઇડ્રેટ કરવાનો પ્રયાસ કરો. આ હોઠને શુષ્કતા અને ક્રેકીંગથી બચાવવામાં મદદ કરે છે. આટલું જ નહીં હોઠને મોઈશ્ચરાઈઝ કરવાથી હોઠ અને લિપસ્ટિકની વચ્ચે એક લેયર પણ બને છે, જેનાથી હોઠને વધુ નુકસાન થતું નથી.
લિપ પ્રાઈમરનો ઉપયોગ કરો
જો તમે લિપ બામથી તમારા હોઠને મોઈશ્ચરાઈઝ નથી કરતા તો તમારે લિપ પ્રાઈમરનો ઉપયોગ કરવો જોઈએ. આ માત્ર એક સ્મૂથ બેઝ જ નહીં આપે પણ હોઠ અને લિપસ્ટિક વચ્ચે અવરોધ પણ બનાવે છે. આવી સ્થિતિમાં લિપસ્ટિક હોઠને નુકસાન નથી કરતી.
લોંગ લાસ્ટિંગ લિપસ્ટિક લગાવવાનું ટાળો
આજકાલ બજારમાં લોંગ લાસ્ટિંગ લિપસ્ટિક પણ ઉપલબ્ધ છે, જે હોઠ પર ઘણા કલાકો સુધી રહે છે. જો કે, આ પ્રકારની લિપસ્ટિકમાં કેટલાક રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે, જે તમારા હોઠને ખૂબ જ શુષ્ક બનાવી શકે છે. તેથી, બને ત્યાં સુધી તમારે લોંગ લાસ્ટિંગ લિપસ્ટિકનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.