
વાળ ખરવા અને ડેન્ડ્રફ જેવી સમસ્યાઓ આજકાલ સામાન્ય બની ગઈ છે. તેને ઘટાડવા માટે ઘણા લોકો વિવિધ ઉપાયો કરતા રહે છે. કેટલાક લોકો પોતાના ઘરે અનેક પ્રકારના પ્રયોગો કરતા રહે છે.
વાળ ખરતા કેવી રીતે અટકાવવા?
તેમજ ઘણા લોકો બજારમાંથી મોંઘા ઉત્પાદનો ખરીદે છે અને તેને લગાવે છે, તેમ છતાં તેમને વાળ ખરવા અને ડેન્ડ્રફ જેવી સમસ્યાઓથી રાહત નથી મળતી. ત્યારે આજે તમને એક ઘરેલું ઉપાય જણાવશું, જેની મદદથી તમે આ સમસ્યાને સરળતાથી દૂર કરી શકો છો.
દહીં અને મધ માસ્ક બનાવવા માટેની સામગ્રી
- 1 કપ દહીં
- 2 ચમચી મધ
- 1 ચમચી નાળિયેર તેલ
દહીં અને મધનો માસ્ક કેવી રીતે બનાવવો?
વાળ માટે દહીં અને મધનો માસ્ક બનાવવા માટે એક સ્વચ્છ વાસણમાં એક કપ દહીં લો. હવે તેમાં બે ચમચી મધ ઉમેરો. તમે તેમાં એક ચમચી નારિયેળ તેલ અથવા ઓલિવ તેલ પણ ઉમેરી શકો છો. હવે તેને બરાબર મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. દહીંમાં પ્રોટીન અને લેક્ટિક એસિડ હોય છે, જે વાળને પોષણ અને ભેજ આપે છે. તેમજ મધ કુદરતી મોઇશ્ચરાઇઝર તરીકે કામ કરે છે અને વાળને ભેજ પ્રદાન કરે છે.
વાળમાં દહીં અને મધની પેસ્ટનો ઉપયોગ કેવી રીતે કરવો?
વાળમાં દહીં અને મધની પેસ્ટનો ઉપયોગ કરવા માટે સૌ પ્રથમ વાળને યોગ્ય રીતે સીધા કરો. હવે દહીં અને મધની પેસ્ટને વાળના મૂળમાં લગાવવાનું શરૂ કરો. લગાવ્યા બાદ માથાની ચામડીમાં પાંચ મિનિટ સુધી મસાજ કરો. તેને થોડી વાર રહેવા દો. તેને લગભગ 50 મિનિટ માટે રહેવા દો. તમે તેને હૂંફાળા પાણી અને હળવા શેમ્પૂથી ધોઈ લો. થોડા સમય માટે તેનો ઉપયોગ કરીને તમે તમારા વાળને સુધારી શકો છો.
ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.