
દરેક સ્ત્રીને સિલ્કી અને સોફ્ટ વાળ જોઈએ છે. પરંતુ આજકાલ ખરાબ જીવનશૈલી, ખરાબ ડાયટ અને વધતા પ્રદૂષણની અસર આપણા સ્વાસ્થ્ય તેમજ વાળ પર પણ જોવા મળી રહી છે. ઘણા લોકો ડ્રાય વાળની સમસ્યાથી પરેશાન રહે છે. તેઓ પોતાના વાળને સ્ટ્રોંગ, સિલ્કી અને સોફ્ટ બનાવવા માટે મોંઘા હેર કેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. પરંતુ આ પછી પણ કોઈ ખાસ અસર નથી જોવા મળતી.
પરંતુ ઘરમાં હાજર કેટલીક વસ્તુઓ તમારા વાળને કુદરતી રીતે સિલ્કી અને સોફ્ટ તેમજ સ્ટ્રોંગ બનાવવામાં મદદ કરી શકે છે. તમે આ વસ્તુઓનો હેર માસ્ક બનાવી શકો છો અને તેને અઠવાડિયામાં એક કે બે વાર લગાવી શકો છો.
દહીં
દહીં એક પ્રોબાયોટિક છે. તે વાળના ફોલિકલ્સને મજબૂત બનાવવા અને વાળના ગ્રોથ માટે ફાયદાકારક છે. તે ડેન્ડ્રફની સમસ્યાને દૂર કરવામાં પણ મદદ કરે છે. તમે તેનો હેર માસ્ક બનાવી શકો છો અને તેને લગાવી શકો છો. આ માટે, એક ચમચી દહીં લો અને તેમાં બે ચમચી આમળાનો પાવડર ઉમેરો અને તેને મિક્સ કરો. તેને સ્કેલ્પ અને વાળ પર 25થી 30 મિનિટ સુધી લગાવ્યા પછી, વાળને શેમ્પૂથી ધોઈ લો. પરંતુ પહેલા પેચ ટેસ્ટ કરાવો.
ઓલિવ ઓઈલ
ઓલિવ ઓઈલ આપણી ત્વચા અને વાળ બંને માટે ફાયદાકારક છે. તેમાં ઘણા પ્રકારના વિટામિન, મિનરલ્સ, એન્ટી-ઓકિસડન્ટ અને ફેટી એસિડ હોય છે, જે વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. વાળમાં હૂંફાળું તેલ લગાવો અને માલિશ કરો. આનાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે, જે સ્કેલ્પને સ્વસ્થ બનાવે છે. તેલ લ્ગાવ્યના 1થી 2 કલાક પછી શેમ્પૂ કરો.
એલોવેરા
એલોવેરા વાળ અને ત્વચાને મોઇશ્ચર આપવાનું કામ કરે છે. તેમાં રહેલા એન્ટી-સેપ્ટિક અને એન્ટી-ફંગલ ગુણો ખોડો ઘટાડવામાં અને વાળને સિલ્કી બનાવવામાં મદદ કરે છે. આ સાથે વાળ ખરવાની સમસ્યા પણ ઓછી થઈ શકે છે. તમે તાજા એલોવેરા જેલમાં નારિયેળ તેલ મિક્સ કરીને તમારા વાળ પર લગાવી શકો છો. 30થી 40 મિનિટ સુધી વાળ રાખ્યા પછી તેને ધોઈ લો.
કેળા અને મધ
વાળને સિલ્કી અને સોફ્ટ બનાવવા માટે, તમે કેળા અને મધનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે, કેળાને છોલીને મેશ કરો, પછી તેમાં થોડું મધ ઉમેરો. આ પેસ્ટને વાળમાં 20થી 25 મિનિટ સુધી લગાવો અને પછી શેમ્પૂ કરો. આનાથી વાળમાં મોઇશ્ચર જળવાઈ રહેશે, જેના કારણે વાળ ઓછા ડ્રાય રહેશે. ઉપરાંત, આ પેસ્ટ વાળને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે.
ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.