Home / Lifestyle / Beauty : Try these home remedies to reduce Dark circles

Beauty Tips / એક અઠવાડિયામાં ઓછા થઈ શકે છે ડાર્ક સર્કલ્સ, ટ્રાય કરો આ સરળ ઘરેલું ઉપાયો

Beauty Tips / એક અઠવાડિયામાં ઓછા થઈ શકે છે ડાર્ક સર્કલ્સ, ટ્રાય કરો આ સરળ ઘરેલું ઉપાયો

ડાર્ક સર્કલ્સ થવાના ઘણા કારણો છે. તેનાથી તમારી સુંદરતા ઓછી થઈ જાય છે, આ સાથે તમે તમારી ઉંમર કરતા વૃદ્ધ પણ દેખાવા લાગો છો. સ્ત્રીઓ સ્કિન કેર માટે ઘણા પ્રકારના ઉત્પાદનોનો ઉપયોગ કરે છે, ત્યારે ડાર્ક સર્કલ્સના કિસ્સામાં તેઓ થોડા બેદરકાર બની જાય છે. જેના કારણે, સમય જતા આ સમસ્યા વધી શકે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ડાર્ક સર્કલ્સની સમસ્યા ઘટાડવા માટે તમને બજારમાં ઘણા પ્રકારના ક્રીમ અને સીરમ મળશે, પરંતુ તેનો ઉપયોગ કર્યા પછી પણ ઘણી વખત પરિણામ તમારી અપેક્ષા મુજબ નથી આવતું. પરંતુ, હવે તમે ઘરે પણ આ સમસ્યા ઘટાડી શકો છો. આજે અમે તમને કેટલાક આવા સરળ ઘરેલું ઉપાયો વિશે જણાવી રહ્યા છીએ, જે ડાર્ક સર્કલ્સ ઘટાડવામાં ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે.

બટાકાનો રસ લગાવો

બટાકાનો રસ ડાર્ક સર્કલ્સની સમસ્યા ઘટાડી શકે છે. તેમાં કુદરતી બ્લીચિંગ એજન્ટ ગુણધર્મો છે જે ડાર્ક સર્કલ્સના રંગને હળવા કરવાનું કામ કરે છે. ઉપરાંત, તેમાં હાજર એન્ટી-ઓકિસડન્ટ્સ ત્વચાને હાઇડ્રેટ કરે છે અને ચહેરાના સોજાને ઘટાડવામાં મદદ કરે છે.

આ રીતે ઉપયોગ કરો

  • કાચા બટાકાને છીણી લો અને તેનો રસ કાઢો.
  • આ રસને રૂની મદદથી આંખો નીચે લગાવો.
  • 15 મિનિટ પછી, તેને હૂંફાળા પાણીથી ધોઈ લો.
  • આ ઉપાય દરરોજ રાત્રે કરો.

મધ લગાવો

મધ ડાર્ક સર્કલ્સ ઘટાડવામાં પણ ખૂબ ઉપયોગી છે. તે ડાર્ક સર્કલ્સને હળવા કરવાનું કામ કરે છે, તેમજ, તે સર્કલ્સવાળા વિસ્તારને હાઇડ્રેટેડ અને કોમળ રાખવાનું પણ કામ કરે છે. આ સાથે, તેમાં જોવા મળતા એન્ટી-ઈફ્લેમેટરી ગુણધર્મો ત્વચાની બળતરા અને લાલાશ ઘટાડવામાં મદદ કરે છે.

આ રીતે ઉપયોગ કરો

  • આંગળીની મદદથી ડાર્ક સર્કલ્સ વિસ્તાર પર મધ લગાવો.
  • તેને 15થી 20 મિનિટ સુધી રહેવા દો અને પછી તેને હૂંફાળા પાણીથી ધોઈ લો.
  • રાત્રે સૂતા પહેલા તેને દરરોજ એકવાર લગાવો.

ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.

Related News

Icon