
સવારનો સમય એ તમારી જાતને અને તમારી ત્વચાને તાજી અને ઉર્જાથી ભરપૂર રાખવાનો સમય છે. આવી સ્થિતિમાં, શક્ય હોય તેટલા વહેલા ઉઠીને તમારા દિવસની શરૂઆત કરો. તમારે હંમેશા તમારા દિવસની શરૂઆત સ્કિન કેર સાથે કરવી જોઈએ. તમે તમારી ત્વચાની જેટલી વધુ કાળજી લેશો, તેટલી જ તમારી ત્વચા સ્વસ્થ અને ચમકતી રહેશે. તો ચાલો જાણીએ કે સવારે તમારું સ્કિન કેર રૂટીન કેવું હોવું જોઈએ?
ચહેરાને સ્વચ્છ પાણીથી ધોઈ લો
સવારે ઉઠીને સૌથી પહેલા, તમારા ચહેરાને સ્વચ્છ પાણીથી ધોઈ લો. સવારે ચહેરો ધોવા માટે હળવા ફેસ વોશનો ઉપયોગ કરો જે તમને તાજી અને કોમળ ત્વચા આપશે. ખીલવાળી ત્વચા અથવા ભરાયેલા પોર્સવાળી ત્વચા માટે, સેલિસિલિક એસિડ ફેસ વોશનો ઉપયોગ કરવો એ એક શ્રેષ્ઠ વિકલ્પ છે.
સીરમ લગાવો
સવારે તમારી ત્વચાને હાઈડ્રેટ કરવા માટે, સારા સીરમનો ઉપયોગ કરો. સીરમ ત્વચાને પોષણ આપે છે એટલું જ નહીં, વૃદ્ધત્વને પણ અટકાવે છે. તમે સીરમ માટે હાયલૂરોનિકનો પણ ઉપયોગ કરી શકો છો. તમે હાયલૂરોનિક એસિડ સીરમ સાથે નિયાસીનમાઈડનો પણ ઉપયોગ કરી શકો છો. આનાથી દિવસભર સીબુમનું ઉત્પાદન નિયંત્રિત રહેશે અને તમારી ત્વચાનો રંગ પણ સુધરશે.
મોઇશ્ચરાઇઝર લગાવો
સીરમ લગાવ્યા પછી, તમારે તમારા ચહેરાને મોઇશ્ચરાઇઝ કરવું જોઈએ. મોઇશ્ચરાઇઝર તમારી ત્વચાને ડીપ હાઇડ્રેશન પૂરું પાડે છે અને તેને મોઇશ્ચર જાળવી રાખવામાં મદદ કરે છે. મોઇશ્ચરાઇઝર માટે, વિટામિન ઈ, શિયા બટર, સિરામાઇડ્સ અને હાયલૂરોનિક એસિડ જેવા ઘટકો ધરાવતા પ્રોડક્ટ પસંદ કરો.
સનસ્ક્રીન લગાવો
સનસ્ક્રીન તમારી ત્વચા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તે તમારી ત્વચાને સૂર્યના કિરણોથી થતા નુકસાનથી બચાવે છે અને એજિંગ સાઈનને પણ ઘટાડે છે. ત્વચા પર સનસ્ક્રીન લગાવવાથી તેને સૂર્યના યુવી-એ અને યુવી-બી કિરણોથી બચાવી શકાય છે. જેના કારણે ત્વચા ટેન નથી થતી.
ફેસ ઓઈલ લગાવો
જો તમારી ત્વચા ખૂબ જ ડ્રાય હોય અને ઠંડી હવા તેની ચમક છીનવી રહી હોય, તો સ્કિન કેર રૂટીનમાં ફેસ ઓઈલનો સમાવેશ કરવો એ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. તે તમારી ત્વચા પર એક રક્ષણાત્મક સ્તર બનાવે છે જે ત્વચાને ચમક આપે છે.
ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.