Home / Lifestyle / Fashion : Anarkali suits are best to get a royal look on special occasions

Fashion Tips / ખાસ પ્રસંગોમાં રોયલ લુક મેળવવા માટે બેસ્ટ છે આ અનારકલી સૂટ્સ, અહીં જુઓ ડિઝાઇન

Fashion Tips / ખાસ પ્રસંગોમાં રોયલ લુક મેળવવા માટે બેસ્ટ છે આ અનારકલી સૂટ્સ, અહીં જુઓ ડિઝાઇન

ઘણી મહિલાઓને ડેઈલીવેરમાં અને ખાસ પ્રસંગો પર સલવાર-સૂટ પહેરવા ગમે છે. ત્યારે માર્કેટમાં ઘણા કલર અને ડિઝાઇનના વિકલ્પો સાથે સૂટ મળે છે, પરંતુ જો તમારે રોયલ લુક જોઈતો હોય તો તમે અનારકલી સૂટને સ્ટાઇલ કરી શકો છો. રોયલ લુક મેળવવા માટે અનારકલી સૂટ્સ બેસ્ટ ઓપ્શન છે અને આ સૂટ્સમાં તમે ખૂબ જ સુંદર દેખાશો. આ લેખમાં અમે તમને  અનારકલી સૂટ્સની કેટલીક ડિઝાઇન બતાવી રહ્યા છીએ. જેને તમે ઘણા ખાસ પ્રસંગો પર સ્ટાઇલ કરી શકો છો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ પણ વાંચો: Fashion Tips / મિત્રના લગ્નમાં લહેંગાને બદલે સ્ટાઇલ કરો ટોપ અને સ્કર્ટ સેટ, જુઓ લેટેસ્ટ ડિઝાઇન

એમ્બ્રોઇડરી વર્કવાળો અનારકલી સૂટ

રોયલ લુક મેળવવા માટે તમે એમ્બ્રોઈડરી વર્કવાળો અનારકલી સૂટ પસંદ કરી શકો છો. આ સૂટમાં ફ્લોરલ ડિઝાઇનમાં વર્ક છે અને તે હળવા રંગમાં છે. તમે પાર્ટી કે પૂજા સમયે આ પ્રકારનો સૂટ પહેરી શકો છો. તમે આ અનારકલી સૂટને 3,000 રૂપિયાની કિંમતે ઓનલાઈન અને ઓફલાઈન ખરીદી શકો છો. તમે આ સૂટ સાથે સ્ટોન ડિઝાઇનવાળી જ્વેલરી પહેરી શકો છો.

ગોટા પટ્ટીવાળો અનારકલી સૂટ

મહિલાઓને એવા સૂટ ગમે છે જેમાં તેમની બોર્ડર પર ભારે વર્ક હોય. જો તમને બોર્ડર વર્કમાં કંઈક જોઈતું હોય તો તમે ગોટા પટ્ટી અનારકલી સૂટ સ્ટાઇલ કરી શકો છો. લગ્ન કે હલ્દી ફંક્શનમાં રોયલ લુક મેળવવા માટે આ સૂટ બેસ્ટ છે અને તમે આ સૂટમાં ખૂબ જ સુંદર દેખાશો. તમે આ સૂટને 2,000થી 4,000 રૂપિયાની કિંમતે ખરીદી શકો છો. આ સૂટ સાથે સ્ટાઇલિશ દેખાવ મેળવવા માટે, તમે મિરર વર્ક જ્વેલરી પહેરી શકો છો.

સિલ્કનો અનારકલી સૂટ

રોયલ લુક મેળવવા માટે તમે આ પ્રકારનો અનારકલી સૂટ પસંદ કરી શકો છો. આ સિલ્ક અનારકલી સૂટ સિમ્પલ છે અને આ સૂટમાં તમે ખૂબ જ સુંદર દેખાશો. તમે 3,000 રૂપિયાની કિંમતે આ સૂટ ખરીદી શકો છો. તમે આ સૂટ સાથે પર્લ ચોકર સ્ટાઇલ કરી શકો છો.

સિક્વન્સ વર્કવાળો અનારકલી સૂટ

જો તમે ભીડમાંથી અલગ દેખાવા માંગતા હોવ તો તમે સિક્વન્સ વર્કવાવાળો અનારકલી સૂટ પસંદ કરી શકો છો. આ સિક્વન્સ વર્ક અનારકલી સૂટ સુંદર દેખાવ મેળવવા માટે બેસ્ટ છે. તમે તેને 2,500થી 5,000 રૂપિયાની કિંમતે ખરીદી શકો છો. આ સૂટ સાથે તમે ઝૂમકા અને ફૂત્વેરમાં મોજડી પહેરી શકો છો.

Related News

Icon