Home / Lifestyle / Fashion : Sahiyar : Midi dresses are the antidote to the summer heat.

Sahiyar : મિડી ડ્રેસ ગ્રીષ્મની ગરમીનું મારણ

Sahiyar : મિડી ડ્રેસ ગ્રીષ્મની ગરમીનું મારણ

ધોમધખતી ગરમીમાં વસ્ત્રોની પસંદગી પ્રથમ પ્રાથમિકતા બની રહે છે. ચોક્કસ પ્રકારના પોશાક આપણને કાળઝાળ ગરમીમાં રાહત આપે છે. ઊનાળાની અકળામણથી દૂર રાખતાં કેટલાંક પરિધાનમાંથી એક છે મિડી ડ્રે. દરેક વયની માનુનીઓને જચતું આ વસ્ત્ર વિવિધ મટિરિયલ, પ્રિન્ટ, પેટર્નમાં સહેલાઈથી મળી રહે છે. અલબત્ત, ગરમીના મારણ તરીકે સુતરાઉ કાપડનો અન્ય વિકલ્પ કયો હોઈ શકે? સ્વાભાવિક રીતે જ પામેલાઓ કોટનની મિડીને પ્રથમ પ્રાથમિકતા આપે છે. આજે આપણે વિવિધ પ્રકારની મિડી વિશે વાત કરીશું.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ફ્લોરલ

હમણાં વસંત પૂરબહારમાં ખિલી છે. વૃક્ષો વિવિધ પ્રકારના પુષ્પોથી નવપલ્લવિત થયાં છે ત્યારે આપણા પોશાક પર ફ્લોરલ પ્રિન્ટ સમયોચિત ગણાય. વળી ગરમીમાં હળવા ગુલાબી, પીળા, પેસ્ટલ બ્લુ જેવા રંગો આંખોને ટાઢક આપે છે. તમે પણ આવા કલરના પુષ્પોની પ્રિન્ટ ધરાવતું મિડી ડ્રેસ ધારણ કરી શકો છો. આ પ્રકારની ડિઝાઈનમાં એ-લાઈન અથવા રેપ મિડી તમારા ફિગરને આકર્ષક દેખાવ આપશે. ફૂલોની પ્રિન્ટવાળી મિડી સાથે સ્ટ્રેપી સેંડલ ખૂબ જચે છે.

લિનન બટન-ડાઉન પેટર્ન : 

ફ્રન્ટ બટન ધરાવતી લિનન મટિરિયલમાંથી બનાવેલી મિડી ગરમીમાં આરામદાયક અને એલિગન્ટ લાગે છે. આવી મિડી સાથે કમરપટ્ટો બાંધવાથી તમારું ખૂબસુરત ફિગર ઉડીને આંખે વળગશે. આ પરિધાન ઑફિસથી લઈને બહાર ફરવા જવા સુધ્ધાંમાં ચાલી જશે.

સ્લીવલેસ મિડી વિથ ટાઇ-અપ શોલ્ડર : 

એકદમ પાતળી દોરી અથવા ટાઈ-અપ સ્ટ્રેપવાળી સ્લીવલેસ મિડી સમર વાઇબ્સ આપે છે. નાના-મોટા ગેટ-ટુ ગેધર કે બ્રંચ માટે આ પોશાક બેસ્ટ ચોઈસ ગણાશે. આ ડ્રેસ સાથે કેઝ્યુઅલ સ્નીકર્સ કે ફ્લેટ સેંડલ મસ્ત લાગશે.

શર્ટ સ્ટાઈલ : 

કૉલર અને પટન સાથેની શર્ટ મિડી સેમી-ફૉર્મલ લૂક આપે છે. આવી મિડી સાથે સ્લિંગ બેગ અને હળવી જ્વેલરી સુંદર દેખાશે. ઑફિસ તેમ જ લંચ ડેટ માટે આ પરિધાન સારો વિકલ્પ છે.

ફિલ અથવા લેયર્ડ : 

હળવી ઝાલર કે લેયર ધરાવતી મિડી રમણીઓમાં અત્યંત પ્રિય થઈ પડી છે. આ પેટર્નના મિડી ડ્રેસમાં સફેદ, ક્રીમ અથવા પેસ્ટલ કલર ગરમીને અનુરૂપ રહેશે. વસંત ઋતુના ફોટોશૂટ કે પાર્ટી માટે આ પોશાક પરફેક્ટ લેખાશે.

ડાઈ પ્રિન્ટ :

 ગરમીના દિવસોમાં ડાઈ પ્રિન્ટ મિડી ડ્રેસ ટ્રેન્ડી લાગે છે. તે મલ્ટીકલર હોવાથી સમર પરફેક્ટ પ્રિન્ટ બની રહે છે. ખાસ કરીને દરિયા કિનારે ફરવા જતાં હો તો આ પ્રિન્ટની મિડી અચૂક લઈ જાઓ. જોકે પુષ્ટ કે સ્થૂળકાય યુવતીઓએ આ પ્રિન્ટનું મિડી ડ્રેસ પહેરવાનું ટાળવું જોઈએ.

- વૈશાલી ઠક્કર

Related News

Icon