Home / Lifestyle / Fashion : These co-ord sets will be best to style in office

Co-ord Sets / ઓફિસમાં પહેરી શકો છો 3 પ્રકારના કો-ઓર્ડ સેટ, આ રીતે કરો સ્ટાઇલ

Co-ord Sets / ઓફિસમાં પહેરી શકો છો 3 પ્રકારના કો-ઓર્ડ સેટ, આ રીતે કરો સ્ટાઇલ

ઉનાળાની ઋતુ શરૂ થતાં, લોકો કપડાને લઈને સૌથી વધુ ચિંતિત થતા હોય. આ સિઝનમાં, સ્ટાઇલ અને આરામ બંનેને ધ્યાનમાં રાખીને કપડા પસંદ કરવા પડે છે. ત્વચાને કોઈ નુકસાન ન થાય તે માટે તડકામાં પણ ત્વચાનું રક્ષણ કરવું જરૂરી છે. જો તમે વર્કિંગ વુમન છો, તો તમારે વધુ વિચારવાની જરૂર પડે છે. કર્મ કે રોજ ઓફિસમાં શું પહેરવું તે અંગે મુંઝવણ થાય છે. ફેશનની દુનિયામાં, નવા નવા આઉટફિટ આવતા રહે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

છેલ્લા કેટલાક સમયથી, તમે કો-ઓર્ડ સેટ (Co-ord Set) નો ટ્રેન્ડ જોયો જ હશે. આ આઉટફિટ ક્લાસી અને પહેરવામાં આરામદાયક છે. તમે તેને દરેક પ્રસંગે પહેરી શકો છો. આવી સ્થિતિમાં, આજે અમે તમને અલગ અલગ સ્ટાઇલના કો-ઓર્ડ સેટ (Co-ord Set) બતાવવા જઈ રહ્યા છીએ. તમે તેમને ઓફિસમાં પહેરી શકો છો.

પ્રિન્ટેડ સાટિન કો-ઓર્ડ સેટ

આ પ્રકારનો પ્રિન્ટેડ કો-ઓર્ડ સેટ (Co-ord Set) ઓફિસમાં ડેઈલી વેર માટે બેસ્ટ હોઈ શકે છે. આ પહેર્યા પછી, તમારો દેખાવ સુંદર દેખાશે. આ આઉટફિટ સાથે તેમ ઓપન હેરસ્ટાઇલ, હૂપ્સ ઇયરિંગ્સ અને મિનીમલ મેકઅપથી તમારા લુકને પૂર્ણ કરો. આ કો-ઓર્ડ સેટ (Co-ord Set)સાથે તમે વેજ હીલ્સ કેરી કરી શકો છો. તમને આવા કો-ઓર્ડ સેટ (Co-ord Set) ઓનલાઈન ઘણી ડિઝાઇનમાં 700થી 1200 રૂપિયામાં મળી જશે.

પ્લેન કો-ઓર્ડ સેટ

જો તમે ઓફિસ મીટિંગમાં ફોર્મલ લુક મેળવવા માંગતા હોવ, તો પ્લેન સાદા કો-ઓર્ડ સેટ (Co-ord Set) તેના માટે સારો ઓપ્શન છે. ઉનાળાની ઋતુ માટે આ ખૂબ જ આરામદાયક છે. તેની સાથે તમે સ્ટડ ઇયરિંગ્સ અને બેલી હીલ્સ પહેરી શકો છો, અને ન્યુડ મેકઅપ સાથે લુકને પરફેક્ટ ફિનિશ આપી શકો છો. તમને આવા કો-ઓર્ડ સેટ (Co-ord Set) 600થી 800 રૂપિયામાં ઓનલાઈન ખરીદી શકો છો.

ચાઈનીઝ કોલર કો-ઓર્ડ સેટ

જો તમે ઓફિસ પાર્ટીમાં ન્યુ લુક મેળવાવ ઈચ્છતા હોવ તો આ પ્રકારના ચાઈનીઝ કોલર કો-ઓર્ડ સેટ (Co-ord Set) નો ટ્રાય કરો.તમે નાના ઇયરિંગ્સ, પોનીટેલ હેર સ્ટાઇલ, ગ્લોસી મેકઅપ અને હાઈ હીલ્સ સાથે તમારો લુક કમ્પ્લીટ કરી શકો છો. તમને આવા કો-ઓર્ડ સેટ (Co-ord Set) 500થી 800 રૂપિયામાં ખરીદી શકો છો.

Related News

Icon