સ્ટાર પ્લસની ટીવી સિરિયલ ઇશ્કબાઝ 5થી દરેક ઘરમાં પોતાની એક અલગ અને ખાસ ઓળખ ઉભી કરનાર ટીવી અભિનેત્રી સુરભી ચંદનાને આજના સમયમાં કોઈ ઓળખની જરૂર નથી. તેણે આ વર્ષે તેના બોયફ્રેન્ડ સાથે સાત ફેરા ફર્યા છે. સુરભી માત્ર તેના અભિનયથી જ નહીં પરંતુ તેના દેખાવથી પણ લોકોને પ્રભાવિત કરતી રહે છે. સુરભીનો દરેક લુક ખૂબ જ સુંદર છે, જેને જોઈને તેના ફેન્સ તેના ખૂબ વખાણ કરે છે.

