
જેમ જેમ ઋતુઓ બદલાય છે તેમ તેમ લોકો પોતાની સ્ટાઇલ અને ફેશન બદલવાનું શરૂ કરે છે. જો હવામાનને અનુરૂપ કપડા ન પહેરવામાં આવે તો સમસ્યાઓ ઊભી થાય છે. ખાસ કરીને જ્યારે ઉનાળાની ઋતુ આવે છે, ત્યારે લોકો હળવા કપડા પહેરવાનું પસંદ કરે છે. આ ઋતુમાં પેસ્ટલ કલર વધુ સારા માનવામાં આવે છે.
પેસ્ટલ કલર હળવા, સોફ્ટ અને સુધીંગ શેડ્સ છે, જે દરેક ઋતુ અને પ્રસંગમાં રોયલ લુક આપે છે. આ કલર ફક્ત ટ્રેન્ડી જ નથી પણ તમને સોફ્ટ, ક્લાસી અને ફ્રેશ લુક પણ આપે છે. ઘણા લોકો તેને યોગ્ય રીતે સ્ટાઇલ નથી કરી શકતા. એટલા માટે આજે અમે તમને પેસ્ટલ કલરને સ્ટાઇલ કરવા માટેની ટિપ્સ આપવા જઈ રહ્યા છીએ.
સ્કિન ટોન અનુસાર પસંદ કરો
એવું ન વિચારો કે પેસ્ટલ કલર દરેકને અનુકૂળ આવે છે. હંમેશા તમારા સ્કિન ટોન અનુસાર પેસ્ટલ કલર પસંદ કરો. ફેર સ્કિન પર બેબી પિંક, લવંડર, સ્કાય બ્લુ કલર સારા લાગે છે. જ્યારે મિન્ટ ગ્રીન, પીચ, લાઈટ યેલો રંગ મીડીયમ સ્કિન ટોન માટે યોગ્ય છે. જો તમારી સ્કિન ડાર્ક હોય તો લાઈટ ઓલિવ અને ડસ્ટી રોઝ તમારા માટે ખૂબ જ યોગ્ય છે.
યોગ્ય કલર સાથે સ્ટાઇલ કરો
જો તમે પેસ્ટલ કલરમાં રોયલ લુક મેળવાવ માંગતા હોવ, તો પેસ્ટલ કલરને સફેદ, બેજ અથવા ગ્રે સાથે સ્ટાઇલ કરો. જેમ કે પેસ્ટલ પિંક ડ્રેસ સાથે વ્હાઈટજેકેટ અથવા મિન્ટ ગ્રીન કુર્તા સાથે બેજ દુપટ્ટો ખૂબ જ સુંદર લાગશે.
એક્સેસરીઝનું ધ્યાન રાખો
પેસ્ટલ કલર સાથે દરેક પ્રકારની એક્સેસરીઝ સારી નથી લાગતી. સિલ્વર અને રોઝ ગોલ્ડ એક્સેસરીઝ હંમેશા તેની સાથે વધુ સુંદર લાગે છે. બેગ અને ફૂટવેર માટે, ન્યુડ, વ્હાઈટ અથવા બેજ કલર પસંદ કરો. જો તમે પેસ્ટલ કલરને થોડો બોલ્ડ દેખાવા માંગતા હોવ, તો તમે બ્રાઈટ કલરની બેગ અથવા સ્ટેટમેન્ટ જ્વેલરી ઉમેરી શકો છો.
મેકઅપ અને હેરસ્ટાઇલને સિમ્પલ રાખો
પેસ્ટલ કલર ખૂબ જ એલિગેંટ છે. તેની સાથે લાઈટ અને નેચરલ મેકઅપ સારો લાગે છે. પીચ અથવા પિંક બ્લશ અને લાઈટ પિંક અથવા ન્યુડ લિપસ્ટિક ટ્રાય કરો. જો તમે અલગ હેરસ્ટાઇલ બનાવવા માંગતા હોવ, તો સોફ્ટ વેવ્સ, લો બન અથવા સિમ્પલ સ્ટ્રેટ હેર પરફેક્ટ રહેશે.
ફેબ્રિક પર ધ્યાન આપો
પેસ્ટલ કલરમાં ખૂબ જાડા ફેબ્રિક ન પસંદ કરો. શિફોન, ઓર્ગેન્ઝા, લિનન અને જ્યોર્જેટમાં ફેબ્રિકમાં પેસ્ટલ કલર સુંદર લાગે છે. સાટિન અને સિલ્કમાં પેસ્ટલ ટોન ખૂબ જ સુંદર લાગે છે. પેસ્ટલ કલર જાડા ફેબ્રિકને અનુકૂળ નથી આવતા.