Home / Lifestyle / Fashion : Try this unique combination of traditional saree and western shirt

Fashion Tips / ટ્રેડિશનલ સાડી અને વેસ્ટર્ન શર્ટનું અનોખું કોમ્બિનેશન, આ રીતે સ્ટાઇલ કરીને મેળવો પરફેક્ટ લુક

Fashion Tips / ટ્રેડિશનલ સાડી અને વેસ્ટર્ન શર્ટનું અનોખું કોમ્બિનેશન, આ રીતે સ્ટાઇલ કરીને મેળવો પરફેક્ટ લુક

સાડી એક એવો ટ્રેડિશનલ આઉટફિટ છે જે મોટાભાગે બધી સ્ત્રીઓના વોર્ડરોબમાં હોય છે. આ એક વર્સેટાઈલ આઉટફિટ છે, જેને કેઝ્યુઅલથી લઈને પાર્ટી અને ઓફિસવેર સુધી કોઈપણ લુકમાં સરળતાથી કેરી કરી શકાય છે. સાડીને હંમેશા બ્લાઉઝ સાથે પેર કરવામાં આવે છે, પરંતુ જો તમે આ ટ્રેડિશનલ આઉટફિટને ફ્યુઝન લુકમાં કેરી કરવા માંગતા હોવ, તો સાડી સાથે શર્ટ સ્ટાઇલ કરી શકો છો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સાડી અને શર્ટનું કોમ્બિનેશન તમને ટ્રેન્ડી લુક આપે છે, જેને તમે કેઝ્યુઅલ બ્રંચથી લઈને ફોર્મલ ઈવેન્ટ અથવા લગ્નમાં પણ પહેરી શકો છો. શર્ટને સાડી સાથે સ્ટાઇલ કરવાની ઘણી અલગ અલગ રીતો હોઈ શકે છે. તમે તમારા ફંક્શન અને તમારી સ્ટાઇલના આધારે શર્ટને સાડી સાથે પેર કરી શકો છો. 

સફેદ શર્ટ સાથે સાડી 

આ ખૂબ જ એલીગેંટ અને ક્લાસી લુક આપે છે, જે દરેક પર ખૂબ જ સુંદર લાગે છે. તમે સફેદ શર્ટ સાથે સોલિડ કે પ્રિન્ટેડ સાડી પહેરી શકો છો. જો તમે તેને ફોર્મલ લુક માટે પહેરી રહ્યા છો, તો દરેક બટન બંધ રાખી શકો છો અને કેઝ્યુઅલ ફીલ માટે તમે કમર પાસે ગાંઠ બાંધી શકો છો.

શીયર શર્ટ સાથે સાડી

જો તમે સાડીમાં ગ્લેમરસ લુક રાખવા માંગતા હોવ, તો સાટિન સાડીને શીયર શર્ટ સાથે સ્ટાઇલ કરી શકાય છે. ક્લાસિક ફીલ માટે તમે સફેદ, બેજ અથવા કાળા જેવા ન્યુટ્રલ શેડ્સ પહેરી શકો છો. ઉપરાંત, તેની સાથે સ્ટેટમેન્ટ ઇયરિંગ્સ પણ પહેરી શકો છો. તમે આ લુકને કોઈપણ ફોર્મલ ઈવેન્ટ કે કોકટેલ પાર્ટીમાં કેરી કરી શકો છો.

પ્રિન્ટેડ શર્ટ સાથે સાડી 

આ એક એવો લુક છે જે જોવામાં ખૂબ જ આકર્ષક લાગે છે. આ માટે, તમે પોલ્કા ડોટ જેવા પ્રિન્ટેડ શર્ટ સાથે સોલિડ કલરની સાડી સ્ટાઇલ કરી શકો છો. આ લુક ખૂબ જ ટ્રેન્ડી લાગે છે. વધુમાં, તમે કલર કોન્ટ્રાસ્ટ દ્વારા તમારા લુકને બદલાવી શકો છો. આ ફ્યુઝન લુક સાથે તમારે ફૂટવેર તરીકે સ્નીકર્સ પહેરવા જોઈએ.

ડેનિમ શર્ટ સાથે સાડી 

જો તમે સાડી પહેરીમાં બોહો લુક કેરી કરવા માંગતા હોવ, તો ડેનિમ શર્ટ સાથે કોટન અથવા લિનન સાડી સ્ટાઇલ કરી શકાય છે. આ તમારા લુક માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. જો તમે સંપૂર્ણ ઇન્ડો-વેસ્ટર્ન બોહો લુક રાખવા માંગતા હોવ, તો તમે ઓક્સિડાઇઝ્ડ જ્વેલરી પણ સ્ટાઇલ કરી શકો છો.

Related News

Icon