
ઉનાળાની ઋતુ આવતાની સાથે જ આપણા શરીરને વધુ પાણીની જરૂર પડે છે. પરસેવા દ્વારા શરીરમાંથી ઘણું પાણી નીકળી જાય છે, તેથી શરીરને હાઈડ્રેટેડ રાખવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. પરંતુ ઘણીવાર લોકો પૂરતું નથી પાણી પીતા, જેના કારણે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. હવે ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન હશે કે એક સામાન્ય માણસે દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ. ચાલો આ લેખમાં આ વિશે વિગતવાર જાણીએ, સાથે તે પણ જાણીએ કે ઓછું પાણી પીવાથી સ્વાસ્થ્ય પર શું અસર પડે છે?
ઉનાળામાં કેટલું પાણી પીવું જોઈએ?
નિષ્ણાતોના મતે, ઉનાળામાં સામાન્ય રીતે પુખ્ત વયના લોકોને દરરોજ 8-10 ગ્લાસ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. એટલે કે વ્યક્તિએ દરરોજ 2-3 લિટર પાણી પીવું જોઈએ. જોકે, આ માત્રા વ્યક્તિની શારીરિક પ્રવૃત્તિ, આબોહવા અને સ્વાસ્થ્યની સ્થિતિ પર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે, જો તમે ખૂબ કસરત કરો છો અથવા કોઈ શારીરિક મહેનત કરો છો, તો તમારે વધુ પાણી પીવું જોઈએ. ઉપરાંત, જે લોકો ગરમ વાતાવરણમાં રહે છે તેમને વધુ પાણી પીવાની જરૂર છે.
ઓછું પાણી પીવાથી થતી સમસ્યાઓ
આપણે બધા જાણીએ છીએ કે પાણી આપણા શરીર માટે ફયુલ જેવું છે. તે આપણને હાઈડ્રેટેડ તો રાખે જ છે પણ શરીરને સ્વસ્થ રાખવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઓછું પાણી પીવાથી શરીરને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જે નાની સમસ્યાઓથી શરૂ થઈને ગંભીર રોગો સુધી પહોંચી શકે છે.
ડિહાઈડ્રેશન
પાણીની અછતથી થાક, ચક્કર અને માથાનો દુખાવો જેવી સમસ્યાઓ થાય છે. ઘણી વખત, ડિહાઈડ્રેશનને કારણે બેભાન થવાનું જોખમ પણ વધી જાય છે. આવી સ્થિતિમાં, ઉનાળાની ઋતુમાં દરેક વ્યક્તિએ દરરોજ પુષ્કળ પાણી પીવું જોઈએ.
પાચનની સમસ્યાઓ
પાચન માટે પાણી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ઓછું પાણી પીવાથી કબજિયાત થવી ખૂબ જ સામાન્ય છે. વધુમાં, ગેસ, બ્લોટિંગ અને અપચો જેવી પેટની સમસ્યાઓ પણ વધી શકે છે.
કિડની પર અસરો
કિડની શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરે છે, જેમાં પાણી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઓછું પાણી પીવાથી કિડની પર દબાણ પડે છે અને કિડનીમાં પથરી કે યુરીન ઇન્ફેકશનનું જોખમ વધે છે. તેથી, આનાથી બચવા માટે, સામાન્ય વ્યક્તિએ દરરોજ 2-3 લિટર પાણી પીવું જોઈએ.
ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.