
ઉનાળાની ભયાનક ગરમીમાં શરીરને ઠંડુ અને હાઇડ્રેટેડ રાખવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જોકે, આજની ભાગદોડ ભરી જીંદગીમાં આવું કરવું અઘરુ થઈ પડે છે. ત્યારે આવી સ્થિતિમાં તમે તમારા આહારમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરીને તમારા શરીરને હાઇડ્રેટેડ રાખી શકો છો. આજે આ આર્ટિકલમાં તમને ઉનાળાની ઋતુમાં ખાવા માટે કેટલાક સુપરફૂડ્સ Superfood વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. જેને તમે તમારા આહારમાં સામેલ કરી શકો છો.
નારિયેળનું પાણી
ઉનાળાની ઋતુમાં તમારે તમારા આહારમાં નારિયેળ પાણીનો Coconut water સમાવેશ કરવો જ જોઈએ. હકીકતમાં તેમાં કુદરતી ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે, જે શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. એટલે નારિયેળનું પાણી પીવાથી ડિહાઇડ્રેશન અને ગરમીને કારણે થતો થાક પણ દૂર થાય છે.
કાકડી
આ સાથે તમારા આહારમાં કાકડીનો સમાવેશ કરી શકો છો. કાકડીમાં Cucumber પાણીનું પ્રમાણ વધુ હોય છે, જેના કારણે તે શરીરને ઠંડુ રાખે છે. અને પાચનક્રિયાને સારી રાખવામાં પણ મદદ કરે છે તેમજ ત્વચાને સ્વસ્થ બનાવે છે.
દહીં અને છાશ
ઉનાળાની ઋતુમાં દહીં Yogurt અને છાશ ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે. અને આ ખાવાથી શરીર ઠંડુ રહે છે અને પેટ પણ ભરેલું લાગે છે. આ બંને ખાવાથી પેટની સમસ્યાઓ પણ દૂર થાય છે.તેમજ ગરમીમાં રાહત રહે છે.
ફુદીનો અને ધાણા
તમે તમારા આહારમાં ફુદીનો અને ધાણાનો Coriander પણ સમાવેશ કરી શકો છો. તમે તેની ચટણી પણ બનાવી શકો છો. તેની તાસીર ઠંડી હોય છે. જે શરીરને ઠંડુ રાખવામાં મદદ કરે છે. ચટણી ઉપરાંત તમે લીંબુ-ફૂદીનાનું પાણી પણ પી શકો છો.
બિલીનો શરબત
ઉનાળાની ઋતુમાં બજારમાં બિલી સરળતાથી મળી રહે છે. ત્યારે તમે તેનો શરબત બનાવી પી શકો છો. આ પીવાથી એસિડિટીમાં રાહત મળે છે. તેમજ શરીર ઠંડુ અને હાઇડ્રેટેડ રહે છે.