Home / Lifestyle / Health : What will happen if you leave out roti and rice from dinner?

રાત્રિભોજનમાંથી રોટલી-ભાત છોડી દેશો તો શું થશે? 30 દિવસમાં દેખાશે અદ્દભૂત અસર!

રાત્રિભોજનમાંથી રોટલી-ભાત છોડી દેશો તો શું થશે? 30 દિવસમાં દેખાશે અદ્દભૂત અસર!

આજકાલ ખરાબ જીવનશૈલીને કારણે લોકોમાં સ્થૂળતાની સમસ્યા જોવા મળી રહી છે. લોકો આ માટે વિવિધ ઉપાયો પણ અજમાવી રહ્યા છે. આજે લોકો પોતાની ફિટનેસ અને સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સભાન બન્યા છે. ખાસ કરીને વજન ઘટાડવા અને સારા સ્વાસ્થ્ય માટે આહારમાં ફેરફાર કરવો એ એક સામાન્ય વલણ બની ગયું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જોકે સ્વસ્થ જીવનશૈલી અપનાવીને તમે ટૂંકા સમયમાં વજન ઘટાડી શકો છો. આ માટે તમારે અલગથી કંઈ કરવાની જરૂર રહેશે નહીં. તમને કેટલીક યુક્તિઓ જણાવવા જઈ રહ્યા છીએ જે તમારે ચોક્કસપણે અનુસરવી જોઈએ. તમને એક મહિનામાં જ ફરક દેખાવા લાગશે. જો તમે એક મહિના માટે રાત્રિભોજનમાં રોટલી અને ભાત ખાવાનું બંધ કરશો, તો તેનાથી ફક્ત તમારા વજન પર જ અસર થશે નહીં, પરંતુ તમારા સ્વાસ્થ્યમાં પણ મોટા ફેરફારો જોવા મળશે. અહીં જાણો રાત્રિભોજનમાંથી રોટલી-ભાત દૂર કરવાથી શરીર પર શું અસર પડે છે.

વજન ઘટાડવા માટે લાભદાયી

રોટલી અને ભાતમાં કાર્બોહાઈડ્રટની સારૂ પ્રમાણ હોય છે. આ શરીરને ઉર્જા આપે છે, પરંતુ વધું પ્રમાણમાં તેનું સેવન કરવાથી વજન વધી શકે છે. જો તમે રોજ રાતમાં રોટલી-ભાતને સ્કિપ કરો છો તો શરીર ઓછી કેલરી લેશે અને આથી તમારૂ વજન ઝડપથી ઘટશે.

પાચન તંત્ર બનશે મજબૂત

એક્સપર્ટ પણ સલાહ આપે છે કે રાતે હળવું ખાવાનું ખાવું જોઈએ. આનાથી પાચન તંત્ર પર વધું દબાણ નથી પડતું. રોટલી અને ભાતને પચવામાં સમય લાગે છે. તમે તેની જગ્યાએ સૂપ, શાકભાજી અથવા પ્રોટીનવાળું ભોજન લઈ શકો છો. આ પેટ માટે લાભદાયી થશે. કબજિયાતની સમસ્યાથી પણ રાહત મળશે.

બ્લડ સુગર નિયંત્રણમાં રહેશે

જો તમે રાત્રિભોજનમાંથી રોટલી અને ભાત છોડી દો છો, તો તમારા બ્લડ સુગરનું સ્તર નિયંત્રણમાં રહેશે. આનો ત્યાગ કરવાથી ઇન્સ્યુલિનનું સ્તર સંતુલિત રહેશે, જે ડાયાબિટીસનું જોખમ પણ ઘટાડી શકે છે.

પેટ ગાયબ થઈ જશે

જો તમારું પેટ બહાર નીકળી રહ્યું હોય તો તમારે ભૂલથી પણ રાત્રે ભરપેટ ભોજન ન લેવું જોઈએ. આનાથી તમારા પેટ કે કમર પર ચરબી વધી શકે છે. રાત્રિભોજનમાં રોટલી અને ભાત ન ખાવા તમારા માટે ફાયદાકારક હોઈ શકે છે. લો-કાર્બ ડાયેટ લો, આનાથી તમારા પેટની ચરબી ઓછી થશે.

હૃદય સ્વસ્થ રહેશે

રોટલી અને ભાતનો ત્યાગ કરવાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટી શકે છે. આનાથી તમારું હૃદય પણ સ્વસ્થ રહેશે. રાત્રે હળવો ખોરાક લેવો જોઈએ.

 

Related News

Icon