Home / Lifestyle / Health : Which drink is more beneficial?

બ્લેક કોફી કે ગ્રીન ટી? જાણો બંનેમાંથી કયું ડ્રિંક વધારે ફાયદાકારક

બ્લેક કોફી કે ગ્રીન ટી? જાણો બંનેમાંથી કયું ડ્રિંક વધારે ફાયદાકારક

ગ્રીન ટી અને બ્લેક કોફી બંનેમાં કેલરી ઓછી હોય છે અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે, જે ચયાપચયને ઝડપી બનાવીને ફેટ ઘટાડવાની પ્રક્રિયાને વધારે છે. એવામાં જ્યારે એનર્જી વધારવાની અને સ્વાસ્થ્ય સુધારવાની વાત આવે છે, ત્યારે બ્લેક કોફી અને ગ્રીન ટી બે સૌથી લોકપ્રિય ડ્રિંક છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

એવામાં પ્રશ્ન થાય કે બંનેમાં વધુ ફાયદાકારક શું છે? વજન ઘટાડવા માટે ગ્રીન ટી સારી છે કે બ્લેક કોફી વધુ અસરકારક સાબિત થાય છે? શું વધું પડતું કેફીન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે? જો તમે પણ એવી મૂંઝવણમાં છો કે બ્લેક કોફી અને ગ્રીન ટી વચ્ચેનો કયો વિકલ્પ વધુ સ્વાસ્થ્યપ્રદ છે, તો આજે આપણે બંનેના ફાયદા અને ગેરફાયદા વિશે જાણીશું, જેથી તમે તમારા માટે યોગ્ય ડ્રિંક પસંદ કરી શકો.

ગ્રીન ટીના ફાયદા 

- ગ્રીન ટીને હેલ્ધી અને ડિટોક્સિફાઇંગ ડ્રિંક માનવામાં આવે છે, જે એન્ટીઑકિસડન્ટ અને આવશ્યક પોષક તત્ત્વોથી ભરપૂર છે.

- ગ્રીન ટીમાં રહેલા કેટેચિન મેટાબોલિઝમને વેગ આપે છે, જેના કારણે ફેટ ઝડપથી બર્ન થાય છે. તે શરીરમાં ચરબી ઘટાડીને વજન ઘટાડવામાં મદદ કરે છે.

- ગ્રીન ટીમાં એન્ટીઑકિસડન્ટ હોય છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અને હૃદય રોગના જોખમને ઘટાડવામાં મદદ કરે છે.

- ગ્રીન ટી શરીરમાં રહેલા ટોક્સિન્સને દૂર કરવામાં મદદ કરે છે, જે સ્કિન અને શરીરનું ડિટોક્સિફિકેશન કરે છે. આ ઉપરાંત તેમાં રહેલા એન્ટીઑકિસડન્ટ અને વિટામિન્સ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, જેથી બિમારીઓથી બચી શકાય છે.

બ્લેક કોફીના ફાયદા

- બ્લેક કોફી વિશ્વભરમાં એનર્જી બૂસ્ટર તરીકે જાણીતી છે. આ પીવાથી મન તરત જ એક્ટિવ થઈ જાય છે અને શરીરને તાજગી મળે છે. 

- બ્લેક કોફીમાં વધુ કેફીન હોય છે, જે મગજને એક્ટિવ બનાવે છે અને માનસિક સતર્કતા વધારે છે. જેથી થાક દૂર થાય છે અને શરીર ઉર્જાવાન બને છે.

- બ્લેક કોફી ચયાપચયને ઝડપી બનાવવામાં મદદ કરે છે, જે ફેટ બર્ન કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. વર્કઆઉટ પહેલા તેને પીવાથી વધુ કેલરી બર્ન કરવામાં મદદ મળે છે.

- બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં બ્લેક કોફી મદદ કરે છે. તે અલ્ઝાઇમર અને પાર્કિન્સન જેવા ન્યુરોલૉજીકલ રોગોના જોખમને પણ ઘટાડી શકે છે.

ગ્રીન ટી અને બ્લેક કોફી બંનેમાં વધુ ફાયદાકારક શું?

એવામાં હવે પ્રશ્ન થાય કે ગ્રીન ટી અને બ્લેક કોફી બંનેમાં વધુ ફાયદાકારક શું છે? તો આ વસ્તુ તમારા સ્વાસ્થ્ય અને જરૂરિયાતો પર આધાર રાખે છે. જેમકે જો તમને જલ્દી એનર્જીની જરૂર હોય અને ફોકસ વધારવા માંગો છો, તો બ્લેક કોફી તમારા માટે વધુ સારો વિકલ્પ બની શકે છે. પરંતુ જો તમે વજન ઘટાડવા, બોડીને ડિટોક્સ કરવા અને રોગપ્રતિકારક શક્તિને વધારવા માંગો છો, તો ગ્રીન ટી વધુ સારી રહેશે. તેમજ બંનેનું પ્રમાણસર સેવન કરવું સ્વાસ્થ્ય માટે સારું રહેશે. 

નોંધ: આ લેખ સલાહ સહિત ફક્ત સામાન્ય માહિતી આપે  છે. તે કોઈ પણ રીતે લાયક તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

Related News

Icon