Home / Lifestyle / Health : Which walk is beneficial for quick weight loss, morning or evening?

ઝડપી વજન ઉતારવા મોર્નિંગ કે ઈવનિંગ બનેમાંથી કઈ વૉક લાભદાયક?

ઝડપી વજન ઉતારવા મોર્નિંગ કે ઈવનિંગ બનેમાંથી કઈ વૉક લાભદાયક?

તમે જાણો છો કે ચાલવું આપણા આરોગ્ય માટે કેટલું ફાયદાકારક છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે ચાલવાનો યોગ્ય સમય કયો છે. એવામાં જાણીએ કે સવાર કે સાંજ કયા સમયે ચાલવાથી સ્વાસ્થ્યને વધુ ફાયદો થાય છે અને વજન સરળતાથી ઘટાડી શકાય છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સવારે ચાલવાના ફાયદા
- સવારના સમયે વાતાવરણ શાંત હોય છે અને પ્રદૂષણ પણ ઓછું હોય છે. તાજી હવાના કારણે ફેફસાને પણ વધુ ઓક્સિજન મળે છે, જે શરીર માટે ફાયદાકારક છે. 


- મોર્નિંગ વોક શરીર ચયાપચયને ઝડપી બનાવે છે, જે સમગ્ર દિવસ દરમિયાન કેલરી બર્ન કરવાની પ્રક્રિયાને વધારે છે અને વજન ઘટાડવામાં મદદરૂપ બને છે.


- સવારે ચાલવાથી મનને તાજગી મળે છે અને તણાવ ઓછો થાય છે. તે આખો દિવસ એનર્જી અને સકારાત્મકતા આપે છે.

- સવારનો સૂર્યપ્રકાશ કુદરતી રીતે શરીરને વિટામિન-ડી પ્રદાન કરે છે, જે હાડકાં અને રોગપ્રતિકારક શક્તિ માટે જરૂરી છે.

- મોર્નિંગ વોક તમારી દિનચર્યામાં શિસ્ત લાવે છે અને દિવસની શરૂઆત તંદુરસ્ત આદતથી કરે છે.

સાંજે ચાલવાના ફાયદા

- સાંજે ચાલવાથી દિવસભરનો થાક અને તણાવ ઓછો કરવામાં ખૂબ જ ફાયદો છે. તે મનને શાંત કરે છે અને સારી ઊંઘ લેવામાં મદદ કરે છે.

- રાત્રિભોજન પછી ચાલવાથી પાચનતંત્રમાં સુધારો થાય છે અને ખોરાકને સારી રીતે પચાવવામાં મદદ મળે છે.

- જે લોકો સવારે વહેલા ઉઠી શકતા નથી તેમના માટે સાંજે ચાલવુએ વધુ સારો વિકલ્પ છે.

- જો તમે દિવસ દરમિયાન વર્કઆઉટ કરો છો, તો સાંજે ચાલવાથી તમારા સ્નાયુઓને આરામ મળે છે.

સવારે અથવા સાંજે ચાલવું: શું છે ફાયદાકારક?

ચાલવાના બંને સમયે પોતપોતાના ફાયદા છે. તે તમારૂ રુટીન, શારીરિક સ્થિતિ અને ગોલ્સ પર આધાર રાખે છે. જો તમારો ટાર્ગેટ વજન ઘટાડવાનો, એનર્જેટિક રહેવાનો અને દિવસની 
સારી શરૂઆત કરવાનો છે, તો મોર્નિંગ વોક એટલે કે સવારે ચાલવાથી ફાયદો થશે. 

તેમજ જો તમે તણાવ ઓછો કરવા, પાચનમાં સુધારો કરવા અને રાત્રે સારી ઊંઘ મેળવવા માંગતા હોય, તો સાંજે ચાલવું વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

Related News

Icon