
ઘણી વખત આપણી પાસે નાસ્તો બનાવવાનો સમય નથી હોતો, તો ક્યારેક ઘરે મહેમાનો હોય છે અને શું બનાવવું તે નથી સમજાતું. આવી સ્થિતિમાં, તમે દહીં અને બ્રેડ સાથે દહીં સેન્ડવીચ બનાવી શકો છો જે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તેને બનાવવામાં વધુ સમયની જરૂર નથી. ઉપરાંત, જો તમારા ઘરમાં અલગ-અલગ શાકભાજી હોય તો વધારે સારું છે, નહીં તો તમે તેને ફક્ત ડુંગળી અને મરચા સાથે પણ બનાવી કરી શકો છો. તો ચાલો જાણીએ દહીં સેન્ડવીચ કેવી રીતે બનાવવી. તેની રેસીપી શું છે?
સામગ્રી
બ્રેડ – 7-8 સ્લાઈસ
શિમલા – 1 નંગ
ગાજર – 1 નંગ
ટમેટ – 1 નંગ
ડુંગળી – 1 નંગ
લીલું મરચું – 2-3 નંગ
કાળું મીઠું – જરૂર મુજબ
કાળા મરી પાવડર – 1/2 ચમચી
જીરું પાવડર – 1/2 ચમચી
મીઠું – જરૂર મુજબ
દહીં – જરૂર મુજબ
માખણ – 2 ચમચી
ચાટ મસાલો – 1/2 ચમચી
બનાવવાની રીત
દહીં સેન્ડવીચ બનાવવા માટે સૌથી પહેલા કેપ્સિકમ, ગાજર, ડુંગળી, અને ટમેટને સમારી લો.
હવે આ શાકભાજીમાં થોડું દહીં ઉમેરી મિક્સ કરો.
ત્યારબાદ તેમાં કાળું મીઠું, ચાટ મસાલો, કાળા મરી પાવડર અને જીરું પાવડર મિક્સ કરો.
હવે તેમાં લીલા મરચા અને કોથમીર ઉમેરો. થોડું મીઠું ઉમેરો.
બધું સારી રીતે તૈયાર કરો અને તેને સારી રીતે મિક્સ કરો.
મિક્સ કરતી વખતે તેમાં થોડું માખણ ઉમેરો.
હવે બ્રેડની સ્લાઈસ લો અને તેની પર તૈયાર કરેલ મિશ્રણ ફેલાવો.
તેની ઉપર બ્રેડની બીજી સ્લાઈસ મૂકી સેન્ડવીચ તૈયાર કરો.
હવે સેન્ડવીચ પર માખણ લગાવી તવા પર શેકી લો.
સેન્વીચને બંને બાજુથી ગોલ્ડન-બ્રાઉન થાય ત્યાં સુધી શેકો.
આ રીતે બીજી સેન્ડવીચ તૈયાર કરી લો.
હવે દહીં સેન્ડવીચ ટોમેટો કેચપ કે ચટણી સાથે સર્વ કરો.