Home / Lifestyle / Recipes : If you want to eat something tasty and spicy then try pea chaat

Recipe / સાંજના નાસ્તામાં કંઈક સ્વાદિષ્ટ અને ચટપટુ ખાવા માંગતા હોવ, તો ટ્રાય કરો વટાણાની ચાટ

Recipe / સાંજના નાસ્તામાં કંઈક સ્વાદિષ્ટ અને ચટપટુ ખાવા માંગતા હોવ, તો ટ્રાય કરો વટાણાની ચાટ

તમે બજારમાં મળતી ચટપટી અને મસાલેદાર ચાટ તો ચાખી જ હશે. ઘણા લોકો પોતાના ઘરે પણ ચાટ બનાવતા હોય છે. જો તમે પણ તમારા ઘરે ચાટ બનાવો છો અને દર વખતે એક જેવી જ ચાટ ખાઈને કંટાળી ગયા છો, તો આજે અમે તમારા માટે વટાણાની ચાટની રેસીપી લાવ્યા છીએ. આ ચાટ વટાણા, મસાલા અને ચટણીમાંથી બનાવવામાં આવે છે. તમે આને સાંજના નાસ્તામાં ખાઈ શકો છો અને મહેમાનોને પણ પીરસી શકો છો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સામગ્રી

  • 2 કપ વટાણા
  • 1 ડુંગળી, બારીક સમારેલી
  • 1 ટમેટું, બારીક સમારેલું
  • 1/2 કાકડી, બારીક સમારેલી
  • 1/4 કપ કોથમીર, બારીક સમારેલા
  • 1/4 કપ ફુદીનાના પાન, બારીક સમારેલા
  • 2 ચમચી લીંબુનો રસ
  • 1 ચમચી ચાટ મસાલા
  • 1/2 ચમચી લાલ મરચું પાવડર
  • 1/4 ચમચી હળદર પાવડર
  • 1/4 ચમચી ગરમ મસાલો
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • જરૂર મુજબ તેલ
  • જરૂર મુજબ સેવ
  • જરૂર મુજબ સિંગદાણા
  • પસંદ મુજબની ચટણી

બનાવવાની રીત

  • સૌપ્રથમ, વટાણા ધોઈને 5-7 મિનિટ સુધી પાણીમાં ઉકાળી લો.
  • હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો અને તેમાં ડુંગળી સોનેરી થાય ત્યાં સુધી સાંતળો.
  • હવે તેમાં ટમેટું, કાકડી, કોથમીર અને ફુદીનાના પાન ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
  • ત્યારબાદ તેમાં વટાણા, લીંબુનો રસ, ચાટ મસાલો, લાલ મરચું પાવડર, હળદર પાવડર, ગરમ મસાલો અને મીઠું ઉમેરીને સારી રીતે મિક્સ કરો.
  • 2-3 મિનિટ રાંધો અને પછી ગેસ બંધ કરો.
  • હવે આ ચાટને સર્વિંગ પ્લેટમાં કાઢી તેમાં તમારી પસંદ મુજબની ચટણી, સિંગદાણા અને સેવ ઉમેરો.
  • તૈયાર છે વટાણાની ચાટ.

Icon