
ચૈત્ર નવરાત્રી 30 માર્ચથી શરૂ થઈ ગઈ છે અને 6 એપ્રિલ સુધી ચાલુ રહેશે. આ પવિત્ર તહેવારના નવ દિવસો દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના બીજા દિવસે, માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે, જેમને તપસ્યા અને સંયમનું પ્રતીક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે માતા બ્રહ્મચારિણીને ગોળનો પ્રસાદ ખૂબ જ પ્રિય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ગોળનો પ્રસાદ ચઢાવવાથી ભક્તોને શક્તિ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે. તેથી નવરાત્રીના બીજા દિવસે તમે માતાને ગોળની ખીર અર્પણ કરી શકો છો. ચાલો તમને તેની રેસીપી જણાવીએ.
સામગ્રી
- 1 લિટર દૂધ
- 1/2 કપ ગોળ અથવા જરૂર મુજબ
- 1/4 કપ છીણેલું નારિયેળ
- 1/4 ચમચી એલચી પાવડર
- 1/4 કપ સામો (પલાળેલો)
- 1 ચમચી ઘી
- 8-10 કાજુ
- 8-10 બદામ
- 10-12 કિસમિસ
બનાવવાની રીત
- સૌ પ્રથમ, સામાને 30 મિનિટ માટે પાણીમાં પલાળી રાખો.
- હવે ભારે તળિયાવાળા તપેલામાં ઘી ગરમ કરો અને તેમાં સામાને હળવા હાથે શેકો.
- હવે તેમાં દૂધ ઉમેરો અને ધીમી આંચ પર ચડવા દો.
- સામો બરાબર રંધાઈ જાય પછી તેમાં છીણેલું નારિયેળ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
- હવે દૂધ ઘટ્ટ થાય તે માટે ધીમી આંચ પ 10-12 મિનિટ રાંધો.
- આ પછી ગેસ બંધ કરો અને 5 મિનિટ પછી ગોળ ઉમેરો (ગરમ દૂધમાંગોળ ઉમેરવાથી તે ફાટી શકે છે). તેમાં એલચી પાવડર પણ ઉમેરો.
- હવે સમારેલા કાજુ અને બદામને ઘીમાં થોડા શેકી લો અને પછી ખીરમાં ઉમેરો. છેલ્લે કિસમિસ ઉમેરો.
- ખીરને કાજુ અને નારિયેળથી ગાર્નીશ કરો.
- સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ગોળની ખીર તૈયાર છે. તેને માતાને અર્પણ કરો અને પછી ખીરનો પ્રસાદ લો.