
કેરીની સિઝન ચાલી રહી છે અને કેરી પ્રેમીઓ સવારથી સાંજ સુધી કેરી ખાવા માંગે છે. તો જો તમારા ઘરમાં દરરોજ ફ્રીજમાં કેરીઓ હોય અને કંઈક નવું ખાવની ઈચ્છા થતી હોય, યો આ સ્વાદિષ્ટ મેંગો ચીઝ કેક બનાવો. તેણે બનાવવા માટે, કોઈપણ પ્રકારની બેકિંગની જરૂર નથી. બસ રસોડામાં જાઓ અને ઝડપથી આ બધી વસ્તુઓ મિક્સ કરો અને ફ્રીજમાં મૂકો. કેક તૈયાર થઈ જશે. ચાલો તમને મેંગો ચીઝ કેકની આ ખૂબ જ સરળ રેસીપી જણાવી દઈએ.
સામગ્રી
- 8-10 ડાયજેસ્ટિવ બિસ્કિટ
- 2 ચમચી માખણ
- 2 મોટી મીઠી કેરીઓ
- 150 ગ્રામ પનીર
- 50 ગ્રામ હંગ કર્ડ
- 4-5 ચમચી મધ
બનાવવાની રીત
- સૌ પ્રથમ, ડાયજેસ્ટિવ બિસ્કિટને મિક્સર જારમાં પીસીને પાવડર બનાવો.
- હવે આ પાવડરને એક બાઉલ કાઢી લો.
- હવે માખણ ઓગાળો અને તેને બિસ્કિટ પાવડર સાથે મિક્સ કરો.
- ચમચીની મદદથી તેને હળવેથી દબાવો અને બાઉલના તળિયે તેની લેયર બનાવો
- હવે હંગ કર્ડ અને પનીરને મિક્સરમાં ઉમેરો.
- હવે મીઠાશ માટે મધ ઉમેરો. જો તમને વધુ મીઠાશ જોઈતી હોય, તો એક ચમચી દરેલી ખાંડ નાખી શકો છો.
- બધું મિક્સરમાં સારી રીતે પીસી લો.
- હવે આ ચીઝ ક્રીમ તૈયાર કરેલા બિસ્કિટના બેઝ પર ફેલાવો.
- હવે કેરીને છોલીને તેના ખૂબ નાના ટુકડા કરી લો.
- એક કેરીના પલ્પને મિક્સરમાં પીસી લો, ધ્યાનમાં રાખો કે પાણી બિલકુલ નથી ઉમેરવાનું. પલ્પ એકદમ ઘરો હોવો જોઈએ.
- હવે બિસ્કિટ અને ચીઝ ક્રીમના લેયર પર સમારેલી કેરી ઉમેરો.
- હવે તેના ઉપર કેરીનો પલ્પ ઉમેરો અને તેને બેથી ત્રણ કલાક માટે ફ્રીજમાં સેટ થવા માટે રાખો.
- નિર્ધારિત સમય બાદ કેકને ફ્રીજમાંથી કાઢી અને ચેક કરી લો. જરૂર લાગે તો તેણે વધુ સમય માટે ફ્રીજમાં મૂકી દો.
- સ્વાદિષ્ટ મેંગો ચીઝ કેક તૈયાર છે.