
ઉનાળાની ઋતુ આવતાની સાથે જ, સૌથી પહેલા આપણને ઠંડી વસ્તુઓ ખાવાનું મન થાય છે. જેમાં આઈસ્ક્રીમ કોણ ભૂલી શકે છે. બાળકો હોય કે વડીલો, લગભગ દરેક વ્યક્તિને આઈસ્ક્રીમ પસંદ આવે છે. ઉનાળાની ઋતુમાં આઈસ્ક્રીમ ખાવાથી શરીરને તાત્કાલિક ઠંડકનો અહેસાસ થાય છે. આજે બજારમાં અનેક પ્રકારના આઈસ્ક્રીમ વેચાઈ રહ્યા છે. જેમાંથી મોટાભાગના ફળોમાંથી બનાવવામાં આવે છે. ઘણા લોકો ઘરે ફળોનો આઈસ્ક્રીમ બનાવે છે. જેનો સ્વાદ બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને પસંદ આવે છે.
મોટાભાગના લોકો ઉનાળાની ઋતુમાં પોતાના ઘરે મેંગો આઈસ્ક્રીમ બનાવે છે, જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. આવી સ્થિતિમાં, જો તમે દર વખતે એક જ પ્રકારનો આઈસ્ક્રીમ ખાવાથી કંટાળી ગયા છો, તો આજે આ લેખમાં અમે તમારી સાથે કસ્ટર્ડ એપલ એટલે કે સીતાફળનો આઈસ્ક્રીમ બનાવવાની રેસીપી શેર કરવા જઈ રહ્યા છીએ. પોષક તત્વોથી ભરપૂર આ આઈસ્ક્રીમ સ્વાદની સાથે તમારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક રહેશે. તે તમારા પરિવારના લોકો અને મહેમાનોને ખૂબ ભાવશે.
સામગ્રી
- સીતાફળ - 4 પાકેલા
- દૂધ - 1 કપ (ફુલ ક્રીમ)
- કન્ડેન્સ્ડ મિલ્ક - 1/2 કપ
- ફ્રેશ ક્રીમ - 1 કપ
- ખાંડ - 2 ચમચી (દરેલી)
- ડ્રાય ફ્રુટ્સ - ગાર્નીશિંગ માટે
- વેનીલા એસેન્સ - 1 ચમચી
બનાવવાની રીત
- સૌ પ્રથમ, સીતાફળના બીજ અલગ કરીને તેનો પલ્પ એક બાઉલમાં કાઢી લો.
- હવે એક વાસણમાં દૂધ લો અને સારી રીતે ઉકાળો અને પછી તેને ઠંડુ કરી લો.
- આ પછી બ્લેન્ડરમાં ઉકાળેલું દૂધ, કન્ડેન્સ્ડ મિલ્ક અને ફ્રેશ ક્રીમ ઉમેરીને બ્લેન્ડ કરી લો.
- પછી તેમાં સીતાફળનો પલ્પ અને દરેલી ખાંડ ઉમેરીને તેને બ્લેન્ડ ફરી એકવાર બ્લેન્ડ કરી લો.
- છેલ્લે, તેમાં વેનીલા એસેન્સ ઉમેરો અને મિક્સ કરી લો.
- હવે આ મિશ્રણને એક કન્ટેનર અથવા બોક્સમાં કાઢી લો.
- હવે તેને બારીક સમારેલા ડ્રાય ફ્રુટ્સથી ગાર્નીશ કરો અને ફ્રીઝરમાં સેટ થવા માટે રાખો.
- તેને લગભગ 8-10 કલાક અથવા આખી રાત ફ્રીઝરમાં રાખો.
- આઈસ્ક્રીમ સેટ થઈ ગયા પછી તેને સર્વિંગ બાઉલમાં કાઢીને ઠંડો-ઠંડો સર્વ કરો.
ટિપ્સ
- તમે ઈચ્છો તો સીતાફળ આઈસ્ક્રીમમાં ખાંડ ઉમેરવાનું ટાળી શકો છો.
- આઈસ્ક્રીમમાં હંમેશા ફ્રેશ ક્રીમનો ઉપયોગ કરો. આમ કરવાથી સ્વાદ બમણો થશે અને ક્રીમી ટેક્સચર આવશે.
- વેનીલા એસેન્સની જગ્યાએ તમે કોઈપણ અન્ય ફ્લેવર અથવા ચોકો ચિપ્સ અને ટુટી ફ્રુટીનો ઉપયોગ કરી શકો છો.
- આઈસ્ક્રીમ બનાવવા માટે સીતાફળના પલ્પને સારી રીતે બ્લેન્ડ કરીને સ્મૂધ કરી લેવું જોઈએ.