Home / Lifestyle / Recipes : Prepare and drink Mango Shake like this.

Recipe : આ રીતે બનાવીને પીવો ઠંડો-ઠંડો મેંગો શેક

Recipe : આ રીતે બનાવીને પીવો ઠંડો-ઠંડો મેંગો શેક

કેરીનો સ્વાદ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેને કાચી અને પાકી બંને રીતે ખાવામાં આવે છે. કાચી કેરીનું અથાણું, ચટણી વગેરે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, જ્યારે પાકેલી કેરીમાંથી બનાવેલો શેક પણ લાજવાબ હોય છે. મોટાભાગના લોકોને મેંગો શેક પસંદ હોય છે. તેને પીતા જ તન-મન બંને તરોતાજા થઈ જાય છે. તો ચાલો જાણીએ ઘરે જ મેંગો શેક બનાવવાની સરળ રીત.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મેંગો શેક બનાવવા માટેની સામગ્રી

2 પાકી કેરી
2 કપ દૂધ
1 ચમચી ડ્રાઈ ફ્રૂટ્સ
3 ચમચી ખાંડ
6થી 7 બરફના ટુકડા

બનાવવાની રીત

મેંગો શેક બનાવવા માટે પહેલા કેરીને લગભગ અડધો કલાક પાણીમાં પલાળી રાખો.
ત્યારબાદ કેરીને પાણીમાંથી બહાર કાઢો, તેની છાલ કાઢી લો અને કેરીના પલ્પના ટુકડાને એક બાઉલમાં રાખો.
હવે મિક્સરની જારમાં કેરીના ટુકડા, 1 કપ ઠંડુ દૂધ અને ખાંડ ઉમેરોને જારનું ઢાંકણ બંધ કરીને ગ્રાઈન્ડ કરી લો.
આ વાતનું ખાસ ધ્યાન રાખો કે મેંગો શેકનું ટેક્સચર સ્મૂધ હોવું જોઈએ.
આ પછી એક વાસણમાં મેંગો શેકને બહાર કાઢો અને તેમાં 1 કપ દૂધ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
જો શેક વધારે જાડો લાગે તો તમે દૂધની માત્રા વધારી કે ઘટાડી શકો છો.
આ પછી સર્વિંગ ગ્લાસમાં મેંગો શેક નાખો અને તેને 3-4 આઈસ ક્યુબ્સ અને ડ્રાયફ્રુટ સ્લાઈસથી ગાર્નિશ કરો.
તૈયાર છે તમારો ટેસ્ટી મેંગો શેક.

Related News

Icon