
જો તમને કંઈક મસાલેદાર, ક્રિસ્પી અને સ્વાદિષ્ટ ખાવાનું મન થાય છે, તો આલૂ ચીઝ ટિક્કી એક શ્રેષ્ઠ વિકલ્પ છે. તે બહારથી ક્રિસ્પી અને અંદરથી ચીઝી હોય છે, આ બાળકોથી લઈને વડિલો સુધી બધાને ભાવશે. ચાલો તમને તેની સરળ રેસીપી જણાવીએ.
સામગ્રી
- બટાકા (બાફેલા અને છૂંદેલા) - 3 મધ્યમ કદના
- કોથમરી (બારીક સમારેલી) - 2 ચમચી
- લીલા મરચા (બારીક સમારેલા) - 1-2
- લાલ મરચું પાવડર - 1/2 ચમચી
- ચાટ મસાલો - 1/2 ચમચી
- ગરમ મસાલો - 1/4 ચમચી
- કોર્નફ્લોર - 2 ચમચી (બાઈન્ડિંગ માટે)
- મીઠું - સ્વાદ મુજબ
- મોઝેરેલા ચીઝ (છીણેલું) - 1/2 કપ
- ચિલી ફ્લેક્સ - 1/4 ચમચી
- કોર્નફ્લોર - 1 ચમચી
- પાણી - 2 ચમચી
- બ્રેડક્રમ્સ - 1/2 કપ
- તેલ - તળવા માટે
બનાવવાની રીત
- સૌપ્રથમ, બાફેલા અને છૂંદેલા બટાકામાં બ્રેડક્રમ્સ, કોથમરી, લીલા મરચા, લાલ મરચાં પાવડર, ચાટ મસાલો, ગરમ મસાલો અને મીઠું ઉમેરો.
- હવે તેમાં એક ચમચી કોર્નફ્લોર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો જેથી ટિક્કીનું મિશ્રણ બાઈન્ડ થઈ જાય.
- હવે તૈયાર કરેલા મિશ્રણમાંથી નાના ભાગો લો અને તેને હથેળીમાં ગોળ આકારમાં ફેલાવો.
- હવે વચ્ચે એક ચમચી મોઝેરેલા ચીઝ મૂકો અને તેને બધી બાજુથી ધીમેથી બંધ કરો જેથી તેને ટિક્કીનો આકાર મળે.
- હવે તેને બરાબર સીલ કરો જેથી તળતી વખતે ચીઝ બહાર ન આવે. હવે એક બાઉલમાં એક ચમચી કોર્નફ્લોર અને પાણી મિક્સ કરીને પાતળું દ્રાવણ બનાવો.
- આ દ્રાવણમાં ટિક્કીને ડુબાડીને બ્રેડક્રમ્સમાં સારી રીતે કોટ કરી લો.
- હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને ટિક્કીઓને ધીમાથી મધ્યમ તાપ પર સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો.
- તમે ઈચ્છો તો તને શેલો ફ્રાય કરી શકો છો અથવા એર ફ્રાયરમાં 180°C પર 10-12 મિનિટ માટે બેક કરી શકો છો.
- ગરમાગરમ આલૂ ચીઝ ટિક્કીને લીલી ચટણી, ટોમેટો સોસ અથવા ગાર્લિક મેયોનેઝ સાથે સર્વ કરો.
- જો તમને મસાલેદાર ટ્વિસ્ટ જોઈતો હોય, તો તમે ટિક્કીના મિશ્રણમાં થોડો ચાટ મસાલો અને ચિલી ફ્લેક્સ ઉમેરી શકો છો.