
ઘણા લોકોને મોમોઝ (Momos) ખાવા ગમતા હોય છે. લોકો બજારમાં લાગ-અલગ પ્રકારના મોમોઝ ટ્રાય કરતા હોય છે. પંતુ તમે ઈચ્છો તો તમે ઘરે પણ મોમોઝ બનાવી શકો છો. આજે અમે તમને પનીર મોમોઝ (Paneer Momos) બનાવવાની સરળ રીત જણાવીશું. જેનો સ્વાદ બજારના મોમોઝ જેવો જ લાગશે.
સામગ્રી
કણક માટે
- 2 કપ મેંદો
- 1/2 ચમચી મીઠું
- પાણી
- 1 ચમચી તેલ
સ્ટફિંગ માટે
- 200 ગ્રામ છીણેલું પનીર
- 1 મધ્યમ કદની ડુંગળી (સમારેલી)
- 1 ઈંચ છીણેલું આદુ
- 2-3 લસણની કળી (બારીક સમારેલી)
- લીલા મરચા (બારીક સમારેલા)
- 1/4 કપ ગાજર (બારીક સમારેલા)
- 1/4 કપ કોબી (બારીક સમારેલી)
- 2 ચમચી કોથમીર (બારીક સમારેલી)
- 1/2 ચમચી કાળા મરી પાવડર
- 1/2 ચમચી ગરમ મસાલો
- સ્વાદ પ્રમાણે મીઠું
- 1 ચમચી તેલ
બનાવવાની રીત
- સૌથી પહેલા એક મોટા બાઉલમાં મેંદો અને મીઠું મિક્સ કરીને નરમ કણક બનાવો.
- કણકને તેલથી ગ્રીસ કરો અને ભીના કપડાથી ઢાંકી દો અને 20-30 મિનિટ માટે બાજુ પર રાખો.
- આ પછી એક પેનમાં તેલ ગરમ કરો.
- હવે તેમાં બારીક સમારેલી ડુંગળી ઉમેરો અને તે આછી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો.
- હવે તેમાં આદુ અને લસણ ઉમેરો અને થોડી સેકન્ડ માટે સાંતળો.
- આ પછી લીલા મરચા, ગાજર અને કોબી ઉમેરો અને 2-3 મિનિટ સુધી રાંધો.
- હવે તેમાં છીણેલું પનીર, કોથમરી, કાળા મરીનો પાવડર, ગરમ મસાલો અને મીઠું ઉમેરીને સારી રીતે મિક્સ કરો. અને તેને ઠંડુ થવા દો.
- હવે કણકને નાના લુઆ બનાવો.
- બધા લુઆને પૂરી જેવડા વાણી લો. કિનારીઓ પાતળી રાખો.
- હવે તેમાં 1-2 ચમચી સ્ટફિંગ ભરો.
- તમે તેને તમારી પસંદગીનો આકાર આપવા માટે કિનારીઓને ફોલ્ડ કરી શકો છો.
- કિનારીઓને સારી રીતે સીલ કરો જેથી સ્ટફિંગ બહાર ન નીકળી જાય.
- હવે સ્ટીમરમાં પાણી ઉકાળો.
- સ્ટીમર મેશને તેલથી ગ્રીસ કરો જેથી મોમોઝ ચોંટી ન જાય.
- તૈયાર કરેલા મોમોઝને એકબીજાથી થોડા અંતરે મેશ પર મૂકો.
- સ્ટીમરને ઢાંકીને મધ્યમ તાપ પર 10-15 મિનિટ સુધી મોમોઝને રાંધો.
- મોમોઝ તૈયાર થઈ જાય પછી તેને તમારી મનપસંદ ચટણી સાથે સર્વ કરો.