Home / Lifestyle / Recipes : Want to eat something delicious and healthy for breakfast?

Recipe : નાસ્તામાં સ્વાદિષ્ટ અને સ્વસ્થ કંઈક ખાવા માંગતા હો, તો  બનાવો 10 મિનિટમાં રવા ઈડલી

Recipe : નાસ્તામાં સ્વાદિષ્ટ અને સ્વસ્થ કંઈક ખાવા માંગતા હો, તો  બનાવો 10 મિનિટમાં રવા ઈડલી

ભારતમાં તમને ખાદ્ય પદાર્થોની કોઈ અછત નહીં જોવા મળે. અહીં તમને મસાલેદારથી લઈને મીઠાઈ સુધીના ઘણા વિકલ્પો મળશે. ઘણીવાર લોકો નાસ્તામાં શું બનાવવું તે અંગે મૂંઝવણમાં હોય છે. ખાસ કરીને સ્ત્રીઓ રાતથી જ ચિંતા કરવા લાગે છે કે નાસ્તામાં શું બનાવવું જે સ્વસ્થ અને સ્વાદિષ્ટ હોય. જે ઝડપથી તૈયાર કરી શકાય. જો તમે પણ આવા વિકલ્પ શોધી રહ્યા છો તો રવા ઈડલી એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. તે ઓછા સમયમાં સરળતાથી તૈયાર થઈ શકે છે. તે સાઉથ ઈન્ડિયન ડિશ હોઈ પરંતુ દુનિયાભરના લોકો તેને ખાવાનું પસંદ કરે છે. વજન ઘટાડવા માંગતા લોકો માટે તે શ્રેષ્ઠ છે. અહીં જાણો તેની સરળ રેસીપી...

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ઇન્સ્ટન્ટ રવા ઇડલી બનાવવા માટેની સામગ્રી

  • એક કપ સોજી (રવા)
  • અડધો કપ દહીં
  • અડધો કપ પાણી (અથવા જરૂર મુજબ)
  • અડધી ચમચી મીઠું
  • અડધી ચમચી ઇનો ફ્રૂટ સોલ્ટ (અથવા બેકિંગ સોડા)
  • થોડું તેલ (ઇડલીના મોલ્ડને ગ્રીસ કરવા માટે)

રવા ઈડલી બનાવવાની આ એક સરળ રેસીપી

  • તેને બનાવવા માટે સૌપ્રથમ એક મોટા વાસણમાં રવો અને દહીંને સારી રીતે મિક્સ કરો.
  • ધીમે ધીમે પાણી ઉમેરીને ઘટ્ટ બેટર બનાવો. ધ્યાન રાખો કે કોઈ ગઠ્ઠો ન રહે.
  • હવે મીઠું ઉમેરો અને સારી રીતે મિક્સ કરો અને બેટરને 10થી 15 મિનિટ માટે ઢાંકીને રાખો જેથી સોજી ફૂલી જાય.
  • ઇડલી બનાવતા પહેલા બેટરમાં ઇનો ફ્રૂટ સોલ્ટ ઉમેરો અને તેને ધીમેથી મિક્સ કરો.
  • ફીણ નીકળે કે તરત જ ઇડલી બનાવવાનું શરૂ કરો. ધ્યાન રાખો કે તેને વધુ સમય સુધી મિક્સ ન કરો.
  • ઇડલીના મોલ્ડને થોડું તેલ લગાવો.
  • હવે દરેક મોલ્ડમાં ઇડલીનું બેટર રેડો.
  • ઇડલીને સ્ટીમર અથવા પ્રેશર કૂકરમાં (સીટી વગાડ્યા વિના) 8થી 10 મિનિટ માટે અથવા ઇડલી પાકી જાય ત્યાં સુધી પકાવવું.
  • તમે તેને ટૂથપીકથી ચકાસી શકો છો.
  • તમે સાંભાર અને નારિયેળની ચટણી સાથે ગરમ ઇડલી પીરસી શકો છો.
  • રવા ઇડલી એક સ્વસ્થ અને સ્વાદિષ્ટ વિકલ્પ છે. તે ઓછા સમયમાં બનાવી શકાય છે. તમે તેને બાળકોના ટિફિનમાં પણ રાખી શકો છો. જો તમને થોડો ક્રંચ જોઈતો હોય, તો તમે એક ચમચી તેલમાં રાઈ અને મીઠા લીમડાના પાન ઉમેરીને તેને ધીમા તાપે શેકી શકો છો.
Related News

Icon