
કપલ્સ વેલેન્ટાઇન ડેની આતુરતાથી રાહ જોતા હોય છે. ભલે પ્રેમ વ્યક્ત કરવા માટે કોઈ ખાસ દિવસ નથી હોતો, પરંતુ આ તે દિવસ છે જ્યારે તમને તમારા પ્રેમ પ્રત્યે તમારી લાગણીઓ વ્યક્ત કરવાનો, તેમની સાથે સમય વિતાવવાનો અને તેમને ખાસ અનુભવ કરાવવાનો સમય મળે છે. ખાસ કરીને એવા લોકો માટે જે રોજિંદી ભાગદોડ વચ્ચે એકબીજા માટે સમય નથી કાઢી શકતા. આ કારણે કેટલાક લોકો તેમના પાર્ટનર માટે વેલેન્ટાઈન ડેને ખાસ બનાવવાનો પ્રયાસ કરે છે.
તમારા પાર્ટનરને ખાસ અનુભવ કરાવવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે તેમની સાથે બહાર જાઓ અને તેમની સાથે સમય વિતાવો. પરંતુ જો તમે તમારા પાર્ટનર માટે ગિફ્ટ ખરીદો છો, તો તેમને તે વધુ ગમશે. જો તમે પણ આ વેલેન્ટાઈન ડેને તમારા પાર્ટનર માટે ખાસ બનાવવા માંગો છો, તો તમે તેમને આ વસ્તુઓ ગિફ્ટ તરીકે આપી શકો છો.
જાતે બનાવેલી ગિફ્ટ
તમે તમારા પાર્ટનરને તમારા હાથે બનાવેલી ગિફ્ટ આપી શકો છો. તમે તમારા પોતાના હાથે કંઈક બનાવી શકો છો, જેમ કે લવ કાર્ડ, કસ્ટમાઈઝ્ડ પેઈન્ટિંગ, અથવા એક નાની ડાયરી જેમાં તમે તમારા પાર્ટનર માટેની તમારી લખી હોય. આ ગિફ્ટ તમને અને તમારા પાર્ટનરને જોડે છે કારણ કે તે ફક્ત તમારા પ્રેમનું પ્રતીક જ નથી, પરંતુ તે તમારા પ્રયત્નોને પણ દેખાડે છે.
જ્વેલરી
જો તમારા પાર્ટનરને જ્વેલરી ગમે છે, તો આ ખાસ દિવસે તેને એક સુંદર જ્વેલરી સેટ ગિફ્ટમાં આપો. તમે તેને એક સુંદર નેકલેસ, ઇયરરિંગ્સ અથવા વીંટી આપી શકો છો. તે હંમેશા તેને પોતાની પાસે રાખી શકે છે. તમે તેની પસંદગી મુજબ તેની ડિઝાઇન પસંદ કરી શકો છો.
એડવેન્ચર ટ્રિપ
જો તમારા પાર્ટનરને એડવેન્ચર ગમે છે, તો આ વેલેન્ટાઈન ડે પર તમે તેમની સાથે એડવેન્ચર એક્ટિવિટી માટે પ્રખ્યાત સ્થળ પર પ્રવાસનું આયોજન કરી શકો છો. તમે ટ્રેકિંગ, સ્કુબા ડાઈવિંગ અથવા પેરાગ્લાઈડિંગ જેવી એડવેન્ચર એક્ટિવિટી કરવાની યોજના બનાવી શકો છો.
સાથે સમય વિતાવો
વેલેન્ટાઈન ડે પર, તમારા પાર્ટનર સાથે આખો દિવસ વિતાવો, તે તેમણે ગમશે. પછી ભલે તે એક સરસ ડિનર હોય, કોઈ સુંદર સ્થળની મુલાકાત હોય કે કોઈ કોન્સર્ટ કે મૂવી જોવા જવાનું હોય. જો તમે કંઈક અલગ કરવા માંગતા હોવ, તો તમે રોમેન્ટિક પિકનિકનું પણ આયોજન કરી શકો છો, જ્યાં તમે બંને એકબીજા સાથે શાંતિથી સમય વિતાવી શકો.