
- પૂનમ
''પ્રકાશ હવે અમારી બહુ બદનામી થઈ રહી છે. તું તો પુરુષ છે એટલે તને કંઈ વાંધો નહીં આવે પરંતુ મારી પત્ની શીલા વિશે તો વિચાર કર ? મારા વિશે પણ લોકો જાતજાતની વાતો કરે છે. અરે મિત્રો તો મને નપુંસક કહે છે. તું મારા ઉપર મહેરબાની કર અને શીલા સાથેના સંબંધો પૂરા કર,નહીં તો મારે આત્મહત્યા કરવાનો વખત આવશે.''
પ્રકાશની સામે હાથ જોડીને ઊેભેલા અનિલની આંખમાં ઝળઝળિયાં આવી ગયા, અને અનિલની આવી વર્તણુક તથા વ્યવહાર જોઈને તે દંગ થઈ ગયો જેની પત્ની સાથે પોતે સંબંધ બાંધ્યો હતો તે વ્યકિત ઝઘડો કે મારા-મારી કરવાને બદલે હાથ જોડીને વિનંતી કરે છે. પોતાની લાચારી દર્શાવે છે.
પ્રકાશે કોઈ દિવસ આ ઘડીની કલ્પના કરી નહોતી છતાં ઉપરછલ્લી રીતે સ્વસ્થ થઈને તેણે કહ્યું ! જો અનિલ શરૂઆત તારી પત્નીએ કરી હતી એટલે તું પહેલા તેને સમજાવ હું પણ તેને સમજાવીશ. હું તો પુરુષ છું મને કોઈ ફરક પડતો નથી છતાં તારી ઈજ્જત ખાતર આજથી હું આ સંબંધ પૂર્ણ કરું છું મારા તરફથી ખાતરી રાખજે.''
પ્રકાશની વાત સાંભળી અનિલને ધરપત થઈ અને તે ગયો અને અચાનક પ્રકાશની આંખ સામે ભૂતકાળ તરતરવા લાગ્યો.
મનોચિકિત્સામાં સ્નાતક થયેલા પ્રકાશને એક એક્સપોર્ટ ઇમ્પોર્ટની ફર્મમાં નોકરી મળી, તેના વિભાગમાં તે જોડાયો તે પૂર્વે જ શીલા ત્યાં કામ કરતી હતી. શીલા તેના કરતા ઉંમરમાં ચાર-પાંચ વર્ષે મોટી હતી. પરંતુ તેનું સૌંદર્ય ૨૦ વર્ષની યૌવના જેવું હતું માથા ઉપર મોટો ચાંદલો સેઁથીમાં સિંદુર અને લીપસ્ટીકથી રંગેલા હોઠ કોઈનું પણ મન લલચાવી દે તેવા આકર્ષક હતા. પ્રકાશ જોડાયા બાદ તેના કામકાજમાં ફેરબદલ કરીને ઉપરી અધિકારીએ તેને પ્રકાશના હાથ નીચે મૂકી દીધી.
પ્રકાશને તેની ઓફિસમાં પોતાના હોદ્દા સિવાયના પણ અન્ય કામ કરવા અવારનવાર બહાર જવુ પડતુ અને તે માટે કંપનીની ગાડી મળતી એટલે બને ત્યાં સુધી શીલાને પોતાની સાથે લઈ જતો. પ્રકાશ અને શીલા ધીમે ધીમે એકમેકના સારા મિત્રો બની ગયા અને પછી તો બને લંચ પણ સાથે જ લેતાં.
એક દિવસ પ્રકાશને ઓફિસના મહત્વના કામસર બેંગ્લોર જવાનું થયું તે સમયે પ્રકાશે મેનેજમેન્ટને કહ્યું કે એક સ્ત્રી સાથે હોવાથી સમગ્ર મિશન પૂર્ણ કરવામાં સરળતા રહેશે. તેની વાત સાંભળી મેનેજમેન્ટે શીલાને તેની સાથે જવા આદેશ આપ્યો.
બેંગલોરમાં થ્રી સ્ટાર હોટલમાં કંપની તરફથી બંને માટે અલગ-્અલગ રૂમ બુક કરવામાં આવ્યા હતા ઘણા દિવસના રોકાણ દરમ્યાન કામ માટે ખૂબ ભાગદોડ કરવાની હતી. તેથી તેમણે ટેક્સી પણ બુક કરાવી હતી. પ્રકાશ અને શીલા પરસ્પર ખૂબ ઉત્તેજના અને ખુશી મેહસૂસ કરતાં હતાં. બેંગ્લોરમાં સમય મળતા લાલબાગ ફરવા ગયા ત્યાંના ગ્લાસ હાઉસમાં મિત્રતાના સ્થાનેથી એક ડગલું આગળ વધ્યા.
રાતના વેસ્ટએન્ડમાં ડિનર લઈને તેઓ રૂમ ઉપર પાછા ફર્યા ત્યારે સાડા દસ વાગ્યા હતા. પ્રકાશે શીલાને તેની રૂમ ઉપર છોડતા તે બોલી ''શું ઉતાવળ છે ? આવો ને થોડીવાર વાતો કરીએ.''
'શીલા બહુ થાક લાગ્યો છે તથા ઊંઘ આવે છે મારે તો સુઈ જવું છે.'' પ્રકાશે જવાબ આપ્યો શીલાએ તેના મારકણા સ્મિતથી સામે જવાબ આપ્યો અને એક હળવું ચુંબન પ્રકાશના ગાલે કરીને ગુડનાઈટ કહ્યું થાકને લીધે બંને સુઈ ગયાં.
સવારે આઠ વાગ્યે શીલા તૈયાર થઈને પ્રકાશની રૂમ ઉપર આવી ત્યારબાદ કંપનીના કામે નીકળી પડયા કામની વ્યસ્તતાને લીધે તેઓ ક્યાંય ફરવા ન જઈ શક્યા. રાત્રે જમીને પછી રૂમ ઉપર પાછા ફરતા હતા ત્યારે શીલા બોલી ''કાલે રાત્રે મને એકલા ઊંઘ ન આવી તથા જાતજાતના વિચારો આવતા હતા. મોડી રાત્રે મને થયું તમારા રૂમમાં આવું પણ...'' '' તો આવી જવું હતું ને..''પ્રકાશે મોહક રીતે શીલા સામે જોતા કહ્યું ''યુ આર મોસ્ટ વેલકમ ''
''થેંક્યુ '' શીલાએ ખૂશ થઈને કહ્યું. તે રાત્રે સાડાબાર વાગે શીલા એકદમ પારદર્શક પીંક નાઈટગાઉનમાં પ્રકાશના રૂમમાં આવી નાઈટ લેમ્પના ઉજાસમાં તેનો દેહ એટલો સુંદર લાગતો હતો જાણે આરસની મૂર્તિ. પ્રકાશે તેને પલંગમાં હાથ પકડીને બેસાડી અને બંને વચ્ચેની સંબંધોની સીમાના બંધ તૂટી ગયા. શીલાએ પ્રકાશને ચલિત કર્યો, પહેલ તેણે કરી અને પ્રકાશ પણ વિવશ બની તેમાં વહી ગયો.
બીજે દિવસે શીલા ઉઠી ત્યારે નવ વાગવા આવ્યા હતા. પ્રકાશ બારીમાં ઊભો હતો. શીલા તેની પાસે પહોંચી એટલે તેણે સ્મિત કર્યું. શીલાએ મૌન તોડતા કહ્યું કે ''તમે એમ વિચારતા હશો કે હું પરિણીત છું છતાં તમારી સાથે કેમ આગળ વધી.'' તો મારે તમને કહેવું છે કે મેં ગઈકાલ રાત સુધી આ શરીર ફક્ત મારા પતિ અનિલને જ સોપ્યું હતું અમારુ લગ્નજીવન પણ સંતોષપ્રદ છે છતાં જ્યારથી તમે મને મળ્યા છો ત્યારથી હું તમને પ્રેમ કરવા લાગી હતી અને પ્રેમમાં અંતિમ તબક્કો શારીરીક મિલનનો હોય છે.
પ્રકાશ એકદમ અવાક થઈને શીલાને સાંભળતો રહ્યો. શરૂઆત શીલાએ કરી હતી અને પ્રકાશ તેમાં તણાઈ ગયો હતો.
ત્રણ દિવસ બાદ તેઓ પાછા ફર્યા ત્યારે તેમના ચહેરા ઉપર અનોખી ચમક હતી. પ્રકાશ અવિવાહિત હોવાથી ફ્લેટમાં એકલો હતો. હવે શીલા અવારનવાર તેના ફ્લેટમાં આવતી, અને બંને વચ્ચે પતિ-પત્ની જેવો સંબંધ ક્યારે સ્થપાઈ ગયો તેની સમજ પ્રકાશને પણ ન પડી.
જો કે મહિનાઓ બાદ દેશમાં રહેતા મા-બાપની ખુશી માટે પ્રકાશને લગ્ન કરવા પડયા પરંતુ તે પત્નીને મા-બાપ પાસે મુકી આવ્યો, પ્રકાશ અને શીલાના સંબંધને પાંચ વર્ષ થયા તે દરમ્યાન પ્રકાશ પણ બે સંતાનોનો પિતા બન્યો. પરંતુ શીલાનો ખોળો ખાલી રહ્યો હતો.
શીલાની વાતો ઉપરથી પ્રકાશને ખબર પડી હતી કે અનિલ એક ઉત્તમ પતિ છે. તથા તે સેક્સમાં પણ એક ઉત્તમ પાર્ટનર છે. પરંતુ માત્ર એક બાળકની ખોટ હતી. પહેલા તો શીલાએ પોતાની તબીબી તપાસ કરાવી પરંતુ બધા રિપોર્ટસ નોર્મલ આવ્યા તે પછી અનિલનું પરિક્ષણ કરાવતા ખબર પડી કે તે બાળક આપી શકવા સમર્થ નથી અને જ્યારે પ્રકાશ શીલાના જીવનમાં આવ્યો ત્યારે તે આ તાણમાંથી પસાર થતી હતી.
તેમના સંબંધોની વાત અનિલ સુધી પહોંચી હતી. એક વખત અનિલ બહારગામ ગયો ત્યારે પ્રકાશ શીલાના ઘરે ગયો હતો અને કંઈક કારણસર અનિલ બહારગામથી તે જ દિવસે આવ્યો ત્યારે તેણે બંનેને સહશયન કરતા જોયા.
તે એકદમ ઘરની બહાર નીકળી ગયો તથા એક દિવસ હોટલમાં રહીને પછી ઘરે ગયો. બીજે દિવસે અનિલ-શીલા વચ્ચે ઝઘડો થયો અને પરિણામ સ્વરૂપ તે પ્રકાશની સાથે વાત કરવા તેના ઘરે ગયો.
પ્રકાશે બીજેેે દિવસે શીલાને મળીને અનિલ સાથેની મુલાકાતની વાત કરી તથા કહ્યું કે ''શીલા મેં એક સજ્જન વ્યકિતને આજસુધી છેતરીને તેની સજ્જનતાનો દુરુપયોગ કર્યો છે. હવે હું આમ નહીં કરુ તેથી હવે આપણે છુુટા પડીએ છીએ.''
'આપણે જે કંઈ કર્યું તે ખોટું કર્યું આનાથી ત્રણ જીદંગી બરબાદ થઈ રહી છે. તારા પવિત્ર દાંપત્ય જીવનમાં તે આગ લગાડી ,મારી સાથેના સંબંધની શરૂઆત પણ તે કરી, હજી અટકવાનો સમય છે. નહીં તો જે વાત તારા પતિને ખબર છે તે મારી પત્ની તથા બાળકોને ખબર પડશે તો મારા ઘરમાં આગ લાગશે અને પછી તો આપણને પસ્તાવો કરવાનો પણ વખત નહીે રહે. તેથી જ આપણે અહીંથી પોત-પોતાના જીવનમાં પાછા ફરીએ.
''ના ના પ્રકાશ, ના હવે એમ નહીં કરાય. હું મરવાનું પસંદ કરીશ પણ તારા વગર એક પળનું જીવન પણ હું નહીં જીવું.''
''પાગલ નહી બન શીલા'' પ્રકાશે શીલાને હલબલાવતા કહ્યું 'આપણે જુદા થવું જ પડશે અને આપણા સંબંધોને હૃદયમાં દાટી દેવા જ પડશે. ''
આ બધી ચર્ચાઓ છેલ્લા બે-ત્રણ દિવસથી પ્રકાશ અને શીલા વચ્ચે પ્રકાશના ઘરે ચાલતી હતી ત્યાં એક દિવસ અચાનક પ્રકાશની પત્ની પણ દેશમાંથી બાળકો સાથે ફરવા આવી અને તેણે શીલાને પતિ સાથે જોઈ. દેશમાં તેને પણ પતિની ચાલચલગતના વાવડ મળ્યા હતા તેથી શીલાને જોઈને એ વિફરી તથા બંને વચ્ચે ખૂબ ઝઘડો થયો. પ્રકાશે બીજે જ દિવસે નોકરીમાંથી રાજીનામું આપી દીધુ તથા પત્ની-બાળકોેને લઈને કાયમ માટે માતા-પિતા સાથે રહેવા જતો રહ્યો. થોડા પ્રયત્નો બાદ ત્યાં તેને સારી નોકરી મળી ગઈ અને તે પોતાના કુટુંબ સાથે હસી-ખુશી રહેવા લાગ્યો.
પ્રકાશ જતો રહેવાથી શીલાનું જીવન અંધકારમય થઈ ગયુ તેણે પણ નોકરીમાંથી રાજીનામું આપી દીધું બાદમાં તેના પતિની બદલી થતા તે પણ અન્ય શહેરમાં ચાલી ગઈ. પ્રકાશ અને શીલા ત્યારબાદ ક્યારેય મળ્યા નથી.