
છેલ્લા કેટલાક વર્ષોમાં, એકલા માતા-પિતા (સિંગલ પેરેન્ટ) ની સંખ્યા ઝડપથી વધવા લાગી છે. ભારતમાં પણ યુવાનોએ લગ્ન કર્યા વિના બાળકોનો ઉછેર શરૂ કર્યો છે. બોલીવૂડમાં, કરણ જોહરથી લઈને સુષ્મિતા સેન અને તુષાર કપૂરથી લઈને એકતા કપૂર સુધી, દરેક વ્યક્તિ સિંગલ પેરેન્ટ તરીકે બાળકોનો ઉછેર કરી રહ્યા છે. કેટલાક લોકો એવા છે જેમને લગ્ન પછી બાળક થયું પણ પછીથી આ કપલ અલગ થઈ ગયું. આવી સ્થિતિમાં, બાળકનો ઉછેર ક્પ્લ્માંથી કોઈ એકે કર્યો. જ્યારે પતિ-પત્ની કોઈ કારણસર અલગ થઈ જાય છે ત્યારે માતા અથવા પિતા બંનેમાંથી કોઈ એકે બાળકોની જવાબદારી લેવી પડે છે. આવી સ્થિતિમાં, સિંગલ પેરેન્ટ બનવું સરળ નથી. સિંગલ પેરેન્ટિંગ દરમિયાન લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આજે એટલે કે 21 માર્ચે વર્લ્ડ સિંગલ પેરેન્ટ ડે (World Single Parent Day) છે. ચાલો આજે તમને જણાવીએ સિંગલ પેરેન્ટને કઈ સમસ્યાનો સામનો કરવો પડે છે.
સમયનો અભાવ
બાળકોને એકલા ઉછેરવાને કારણે, ઘણી વખત તમે તેમને એક કપલ જેટલો સમય નથી આપી શકતા. આવી સ્થિતિમાં, ક્યારેક પોતાના માટે સમય કાઢવો મુશ્કેલ બની જાય છે. સિંગલ પેરેન્ટના બાળકો ઘણીવાર એકલતાની સમસ્યાથી પીડાય છે. જેના કારણે તમે યોગ્ય રીતે બાળકનો ઉછેર નથી કરી શકતા. તેની અસર બાળક પર પણ પડે છે.
નાણાકીય મુશ્કેલી
ઘણી વખત, સિંગલ પેરેન્ટને આર્થિક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં, બાળકની સંભાળ રાખવી પડકારજનક બની શકે છે. તેથી, સિંગલ પેરેન્ટ માટે આર્થિક રીતે મજબૂત હોવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. સિંગલ પેરેન્ટના મનમાં હંમેશા નાણાકીય બાબતોનું આયોજન ચાલતું રહે છે. કેટલાક સિંગલ પેરેન્ટ આના કારણે પણ તણાવમાં આવે છે.
તણાવમાં રહેવું
બાળકની જવાબદારી એકલા હાથે લેવી સરળ નથી. આવી સ્થિતિમાં, ઘણા સિંગલ પેરેન્ટને માનસિક સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે. જો બધા બાળકોની જવાબદારી ફક્ત એક જ વ્યક્તિ પર આવી જાય તો જીવનમાં તણાવ વધી શકે છે. આવી સ્થિતિમાં, સિંગલ પેરેન્ટને થાક, ચિંતા અને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કેટલાક માતા-પિતા સ્વભાવે ખૂબ જ ચીડિયા પણ બની જાય છે, જેના કારણે તેમનો ગુસ્સો ક્યારેક બાળકો પર પણ ઉતરે છે. જેની બાળકો પર ખરાબ અસર પડે છે.
યોગ્ય પેરેન્ટિંગ ન કરી શકવું
સિંગલ પેરેન્ટ સામે સૌથી મોટો પડકાર તેમના બાળકનું યોગ્ય પેરેન્ટિંગ કરવું છે. બાળકોને યોગ્ય શિક્ષણ આપવું, તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને તેમને યોગ્ય માર્ગદર્શન આપવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. આ માટે, ઘણી વખત સિંગલ પેરેન્ટને તેમના માતા-પિતા અથવા આયાની મદદ લેવી પડે છે. પરંતુ બાળક તેના માતા-પિતા પાસેથી જે શીખે છે, તે કોઈ અન્ય તેને નથી શીખવી શકતું. આવી સ્થિતિમાં તમે હંમેશા ગિલ્ટ સાથે જીવો છો.
સિંગલ પેરેન્ટ માટે ટિપ્સ
સૌ પ્રથમ, તમારા માટે સમય કાઢો, માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહો. જેથી તમે બાળકની યોગ્ય સંભાળ રાખી શકો. નહીં તો, તમારી સમસ્યાઓ બાળકને પણ અસર કરશે.
તમારા બાળકના ઉછેર માટે એક નિશ્ચિત દિનચર્યા નક્કી કરો. જે તમારા જીવનને થોડું સરળ બનાવી શકે છે. તમારા માતા-પિતા અથવા કોઈ સગાને તમારી સાથે રાખો. આ રીતે બાળક એકલતા નહીં અનુભવે અને બધો તણાવ તમારા પર નહીં આવે.
કામ કરતા માતા-પિતાએ તેમના બાળક માટે એક સમજદાર આયા પણ રાખવી જોઈએ. જે બાળકનું બધું કામ કરે અને તમે કોઈપણ ચિંતા વગર તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકો. શરૂઆતમાં તમે કેટલાક મિત્રોની મદદ પણ લઈ શકો છો.
તમારા બાળકોના મિત્ર બનો અને તેમની સાથે રહો. જેથી બાળક તમારી સાથે ખુલીને વાત કરી શકે. પોતાની સમસ્યાઓ શેર કરી શકે છે. આનાથી તમારા બાળકના વિકાસ પર સકારાત્મક અસર પડશે.
જો તમે કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો સિંગલ પેરેન્ટે કોઈપણ ખચકાટ વિના સાઈકોલોજીસ્ટ અથવા બિહેવિયર એક્સપર્ટનો સંપર્ક કરવો જોઈએ. તેઓ તમને તમારી સમસ્યાનો ઉકેલ આપશે.