દર વર્ષે 15 ઓગસ્ટ ભારતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસને આઝાદીનો દિવસ માનવામાં આવે છે. ભારતને 15 ઓગસ્ટ 1947ના રોજ બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળી હતી. આ દિવસે લોકો ધ્વજવંદન, પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે દેશભક્તિના ગીતો ગાય છે. હવે આ સ્વતંત્રતા દિવસ પર તમે તમારા પરિવાર અથવા મિત્રો સાથે કેટલાક ખાસ સ્થળોની મુલાકાત લઈ શકો છો.

